Western Times News

Gujarati News

રાજ એન્ડ ડિકેની કાલ્પનિક દુનિયા પર આધારીત ફિલ્મ ‘રક્તબ્રહ્માંડ’નું શૂટિંગ શરૂ

સિરીઝ અટકી જવાની વાતો પર પૂર્ણવિરામ મુકાયું

આ એક કાલ્પનિક દુનિયા પર આધારીત કથા છે, જેમાં એક કાલ્પનિક રાજ્યની વાત કરવામાં આવશે

મુંબઈ,ઓટીટી પર ‘ધ ફેમિલી મેન’ હોય કે પછી ‘સિટાડેલ હની બની’ આ બધી થ્રિલર અને રસપ્રદ વેબ સિરીઝ માટે જાણીતા મેકર્સ રાજ અને ડિકેએ જે પણ સિરીઝ બનાવી છે તે સફળ રહી છે. છેલ્લાં ઘણા સમયથી તેમની નવી આવનાર સિરીઝ ‘રક્ત બ્રમ્હાંડઃ ધ બ્લડી કિંડમ’ અટકી ગઈ હોવાની અને તેમાં બજેટના પ્રશ્નો હોવાના અહેવાલો અને ચર્ચાઓ ચાલતા હતા. નેટફ્લિક્સ દ્વારા જ્યારથી આ સિરીઝની જાહેરાત કરવામાં આવી ત્યારથી તેના વિશે લોકોમાં ઉત્સુકતા રહી છે, તેની કાસ્ટ પણ આદિત્ય રોય કપુર, સમંથા રુથ પ્રભુ, સહીત દમદાર કલાકારો પણ છે.

આ એક ઘણો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, નેટફ્લિક્સની આ પહેલી ફેન્ટસી સિરીઝ છે. હવે આ અંગેના કેટલાક અહેવાલો અનુસાર આ સિરીઝનો પ્લાન અલગ અલગ તબક્કમાં પૂરી કરવાનો છે. ટીમે આ સિરીઝ માટે શૂટિંગ શરૂ પણ કરી દીધું હોવાના અહેવાલો છે, પહેલાં એક ઇનડોર શિડ્યુલ થયું. હવે ટીમ સઘન આઉટડોર શૂટિંગનો તબક્કો શરૂ કરશે, જેમાં ઘણા એક્શન પેક્ડ સીન હશે.આ અંગે રાજ અને ડિકીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું, “આ એક ખુબ મહત્વાકાંક્ષી મોટો પ્રોજેક્ટ છે, જેના ઘણા શીડ્યુલ હશે.

અમારું મોટા ભાગનું ઇનડોર શીડ્યુલ પૂરું થઈ ચૂક્યું છે. હવે અમે અમારા મોટા શીડ્યુલની તૈયારી કરી રહ્યાં છીએ, જેમાંથી મોટા ભાગનું શીડ્યુલ આઉટડોર હશે. અમે બસ હવે થોડો વરસાદ અટકે અને શૂટિંગ માટે યોગ્ય વાતાવરણ મળે એ સમયની રાહ જોઈ રહ્યાં છીએ. આ સેટ અપ માટે અમારે થોડી હરિયાળીની પણ જરૂર છે.

તેથી હવે અમે મોટા તબક્કાની તૈયારી કરી રહ્યાં છીએ.”આ એક કાલ્પનિક દુનિયા પર આધારીત કથા છે, જેમાં એક કાલ્પનિક રાજ્યની વાત કરવામાં આવશે, તેમાં એક્શન, દમદાર વાર્તા અને જકડી રાખે એવા એપિસોડ સાથે જોવાનો અનોખો અનુભવ મળે એવી સિરીઝ હશે. તેમાં આદિત્ય રોય કપુર, સમંથા રુથ પ્રભુ, અલી ફઝલ અને વામિકા ગબ્બી જેવા કલાકારો હશે. આ સિરીઝ તુંબાડ ફેમ રાહિ અનિલ બર્વેએ ડિરેક્ટ કરી છે. હજુ આ સિરીઝ ક્યારે રીલીઝ થશે, તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.