‘ઠગ લાઇફ’ ઓટીટી પર વહેલી રિલીઝ કરવા બદલ ૨૫ લાખનો દંડ

કમલ હસન અને મણિ રત્નમની ફિલ્મ
કેટલાંક અહેવાલો અનુસાર, ‘ઠગ લાઇફ’ને સ્ટાન્ડર્ડ થિએટ્રિકલ વિન્ડોનું પાલન ન કરવા બદલ મલ્ટિપ્લેક્સ દ્વારા દંડ કરવામાં આવશે
મુંબઈ,કમલ હસન અને મણિ રત્નમની ‘ધ ઠગ લાઇફ’ ૫ જુને રિલીઝ થઈ હતી, પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ નિશ્ફળ ગઈ હતી. રિલીઝ પછી આ ફિલ્મ ત્રણ અઠવાડિયા પણ થિએટરમાં ટકી શકી નહીં. ભારતભરના મોટા ભાગના થિએટરમાંથી આ ફિલ્મ ઉતરી ગઈ છે. ત્યારે હવે ફિલ્મ ઓટીટી રિલીઝ તરફ આગળ વધી રહી છે. ત્યારે થિએટર રિલીઝ અને ઓટીટી રિલીઝ વચ્ચે આઠ અઠવાડિયાના અંતરના નિયમના ઉલ્લંઘન બદલ આ ફિલ્મ પર દંડ લાગવાનો છે. કેટલાંક અહેવાલો અનુસાર, ‘ઠગ લાઇફ’ને સ્ટાન્ડર્ડ થિએટ્રિકલ વિન્ડોનું પાલન ન કરવા બદલ મલ્ટિપ્લેક્સ દ્વારા દંડ કરવામાં આવશે.
સાથે જ એવા પણ અહેવાલો છે કે બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ખાસ ચાલી નહીં તેથી નેટફ્લિક્સ દ્વારા ફિલ્મના ઓટીટીના હકોની ફી પણ ઘટાડી દેવામાં આવી છે.સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, “થિએટરમાં રિલીઝના ચાર જ અઠવાડિયામાં ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે. નેટફ્લ્કિસે ઓટીટી રિલીઝની ફી ઘટાડવાનો નિર્ણય લીધા પછી આ વાટાઘાટો પણ થઈ હતી. થિએટર રિલીઝ પહેલાં આ ફિલ્મની ઓટીટી ફી ૧૩૦ કરોડ નક્કી કરવામાં આવી હતી પરંતુ પછી ફિલ્મ ખાસ ન ચાલતાં નેટફ્લ્કિસ ફરી ૯૦ કરોડની ફી માટે વાટાઘાટો કરવા માગતું હતું.
પરંતુ પછી બંને પક્ષ ૧૧૦ કરોડની ફી પર સહમત થયા હતા, જેમાં ૪ અઠવાડિયાની વિન્ડોની વાત થઈ હતી.”આઠ અઠવાડિયાની વિન્ડોના નિયમ અંગે સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “ઉત્તર ભારતમાં આઠ અઠવાડિયાના અંતરનો કડક નિયમ છે. ઠગ લાઇફમાં આ ટાઇમલાઇનનું પાલન થયું નથી, તેથી નેશનલ મલ્ટિપ્લેક્સ ચેઇન દ્વારા તેમના પર દંડ લાગુ કરાયો છે. આ સામાન્ય રકમ જ છે, જેમાં ફિલ્મના પ્રોડ્યુસર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સે ફિલ્મનાં હિન્ગી વર્ઝનની આવકમાંથી દંડ ભરવો પડે, તેની રકમ ૨૫ લાખ નક્કી કરવામાં આવી છે.”એવા પણ અહેવાલો છે કે કમલ હસન અને એમની ટીમ દ્વારા ‘ઇન્ડિયન ૨’ વખતે પણ આ રીતે નિયમનું ઉલ્લંઘન કરાયું હતું અને તેમણે બીજી વખત આવું કર્યું છે કે ૮ અઠવાડિયાના અંતરના વચનનું પાલન ન કર્યું.
જોકે, એવી પણ ચર્ચા છે કે મલ્ટિપ્લેક્સના માલિકો હજુ ઇચ્છે છે કે ફિલ્મની ટીમ ૮ અઠવાડિયાના નિયમને વળગી રહે, પરંતુ શક્યતા ઘણી ઓછી છે, કારણ કે ફિલ્મ બહુ જલ્દી ડિજીટલ પ્લેટફર્મ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં કમલ હસન ઉપરાંત સિલામ્બરસન, ત્રિશા ક્રિશ્નન, ઐશ્વર્યા લક્ષ્મી, અભિરમી, અશોક સેલ્વન, જોજુ જ્યોર્જ, નાસર, મહેશ માંજરેકર, અલી ફઝલ, સંજના ક્રિશ્નામુર્તિ અને તાનિકેલા ભરની છે. આ ફિલ્મ કમલ હસને લખી અને પ્રોડ્યુસ પણ કરી છે. દેશમાં તેનું પ્રોડ્યુસર રાજ કમલ ફિલ્મ્સ છે અને આંતરરાષ્ટ્રિય સ્તરે મદ્રાસ ટોકીઝ છે. કમલ હસને કન્નડા ભાષા અંગે નિવેદન કર્યું ત્યારથી જ આ ફિલ્મ વિવાદમાં રહી છે.SS1