ભારતે આતંકવાદના મુદ્દે બેવડું વલણ ધરાવતા ચીન અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો

SCOના જોઈન્ટ સ્ટેટમેન્ટ પર સહીં કરવાની ભારતે ઘસીને ના પાડી
(એજન્સી)શાંઘાઈ, ભારતે આતંકવાદના મુદ્દે બેવડું વલણ ધરાવતા ચીન અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. એસસીઓ સમિટમાં ભાગ લેવા ગયેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે શાંઘાઈ સહયોગ સંમેલનના સંયુક્ત ઘોષણાપત્ર પર સહી કરવાની ના પાડી દીધી.
ચીનના કિંગદાઓ પ્રાંતમાં યોજાયેલી આ બેઠક માટે તૈયાર થયેલા જોઈન્ટ સ્ટેટમેન્ટમાં આતંકવાદ પર ભારત સંલગ્ન ચિંતાઓને સામેલ કરવામાં ન આવી. ત્યારબાદ ભારતે કડક વલણ અપનાવ્યું. જેના કારણે જોઈન્ટ સ્ટેટમેન્ટ ઈશ્યું થઈ શક્યું નહીં.
અત્રે જણાવવાનું કે ભારતનું આ વલણ આતંકવાદ પર ઝીરો ટોલરેન્સ સૈન્ય મોરચે માંડીને કૂટનીતિક મોરચે કોઈ પણ રીતે નરમ વલણ નહીં અપનાવવા અંગેનો મોટો સંકેત છે.
My statement at the SCO Defence Ministers’ Meeting in Qingdao (China) pic.twitter.com/dV3Bc0wtOk
— Rajnath Singh (@rajnathsingh) June 26, 2025
ભારતના ઈન્કારે આતંકવાદ પર બેવડું વલણ અપનાવતા ચીનને પણ જોરદાર સબક શીખવાડ્યો છે. એસસીઓ સંમેલનમાં ભારત અને પાકિસ્તાન તથા ચીન ઉપરાંત ૧૦ દેશોના રક્ષામંત્રી ભેગા થયા હતા.
આ બેઠકમાં ક્ષેત્રીય શાંતિ અને સુરક્ષા, આતંકવાદ, આતંકવાદ વિરુદ્ધ સહયોગ અને સભ્ય દેશો વચ્ચે સહયોગ મહત્વનો એજન્ડા હતો. પરંતુ જ્યારે ભારતે આતંકવાદની હાલમાં જ ઘટેલી મોટી ઘટના પહેલગામ હુમલાને તેમાં પ્રમુખતા આપવાનો પ્રયત્ન કર્યો તો ચીન અને પાકિસ્તાન મોઢું છૂપાડવા લાગ્યા. પાકિસ્તાન બલુચિસ્તાનનો મુદ્દો ઉઠાવવા લાગ્યું.