સિંધુ ભવન રોડ પર આવેલા PGમાં રહેતો રાજકોટનો યુવક ગાંજાનું પાર્સલ લેવા પહોંચ્યો અને…

પ્રતિકાત્મક
ફોરેન પોસ્ટ ઓફિસમાં ગાંજાનું પાર્સલ લેવા આવેલો આઈટી એન્જિનિયર પકડાયો
(એજન્સી)અમદાવાદ, તાજેતરમાં શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાં બેંગ્કોકથી આવેલા પાર્સલમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ પાર્સલ લેવા માટે આવેલા યુવાનને કસ્ટમ વિભાગે ઝડપી તેની પૂછપરછ કરતાં તે પાર્સલ તેના મિત્રનું હોવાનું જણાવ્યું હતું. કસ્ટમના અધિકારીઓએ ગાંજો મંગાવનાર પીજીમાં રહેતા રાજકોટના યુવાને ઝડપી લીધો હતો.
કસ્ટમ વિભાગને ફોરેન પોસ્ટ ઓફિસમાં બેંગ્કોકથી આવેલા પાર્સલમાંથી ગાંજો ઝડપી પાડયો હતો. પાર્સલ ઘાટલોડિયાના એક રહેણાંક વિસ્તાર પર મંગાવવામાં આવ્યું હતું. અધિકારીઓએ ઘાટલોડિયામાં તપાસ કરતાં ત્યાં આવી કોઈ વ્યક્તિ રહેતી ન હોવાનું બહાર આવ્યું હતું.
અંતે પાર્સલને ફોરેન પોસ્ટ ઓફિસમાં કસ્ટક વિભાગે કસ્ટડીમાં રાખી લીધું હતું. ત્રણ દિવસ બાદ એક યુવાન આધાર કાર્ડ સાથે આ પાર્સલ લેવા માટે આવ્યો હતો. અધિકારીઓએ તે યુવાનની પૂછપરછ કરતા તે બોગસ આધાર કાર્ડ પર પોતાનો ફોટોગ્રાફ લગાવીને પાર્સલ લેવા માટે આવ્યો હતો.
આ યુવાન પોતાના મિત્રનું પાર્સલ હોવાનું જણાવ્યું હતું. મૂળ રાજકોટનો અને સિંધુભવન રોડ પરની પીજીમાં રહીને આઈટી કંપનીમાં નોકરી કરતા યુવાનને ઝડપી પાડયો હતો. આમાં કસ્ટમ વિભાગને પહેલી વખત ગાંજો મંગાવનારની પકડવામાં સફળતા મળી હતી. અગાઉ પાર્સલમાંથી ૩.૮૪ કરોડનો હાઈબ્રિડ અને લિÂક્વડ ડ્રગ્સ મળી આવ્યું હતું.