કોર્પોરેશનની વેબસાઈટ પરથી ઘરે બેઠા મિલકતનું સેલ્ફ એસેસમેન્ટ કરી શકાશે

અરજી સબમિટ થયા બાદ ટેકસ ઈન્સ્પેકટર વિઝિટ કરશે
(એજન્સી)અમદાવાદ, શહેરમાં નાગરિક પોતાના મકાનનું બાંધકામ, રિનોવેશન તેમજ વધારાનું બાંધકામ થયેલી મિલકતનું ટેકસ માટે સેલ્ફ એસેસમેન્ટ કરી શકે છે. એએમસીની વેબસાઈટ ઉપરથી મિલકતનું સેલ્ફ એસેસમેન્ટ કરી શકશે અને તેમને કેટલો ટેકસ આવશે તેની જાણકારી મેળવી શકે છે.
સોફટવેરમાં માહિતી અપલોડ કર્યા બાદ ટેકસ વિભાગના ઈન્સ્પેકટર દ્વારા જરૂર પડશે તો સ્થળ તપાસ કરી અને તેને ફાઈનલ કરશે. કોમર્શિયલ પ્રોપર્ટીમાં ૧પ દિવસમાં તપાસ હાથ ધરાશે.
એએમસી વેબસાઈટમાં ઓનલાઈન સર્વિસમાં જઈને પ્રોપર્ટી ટેકસમાં જવાનું રહેશે ત્યારબાદ તેમાં સેલ્ફ એસેમેન્ટની નવી લિંક ખુલશે જેમાં ટેકસ ધારકે પોતાનો મોબાઈલ નંબર નાંખશે એટલે ઓટીપી જનરેટ થશે. તેના આધારે ઓપન થનાર ફોર્મમાં ટેકસ ધારકે પોતાની વિગતો ભરવાની રહેશે. અરજદારનું નામ, મોબાઈલ નંબર, સરનામું, ઝોન અને વોર્ડ સહિતની વિગતો લખવાની રહેશે.
ટોરેન્ટ પાવર અથવા યુજીવીસીએલનો કસ્ટમર સર્વિસ નંબર પણ લખવાનો રહેશે જે પણ જગ્યા પર રહેતા હોય તેના ટીપી અને એફબી નંબરની જાણકારી હોય તો તેની વિગત ભરવાની રહેશે. રેસિડેÂન્સયલ કે નોન રેસિડેÂન્સયલ છે તેની વિગત ભર્યા બાદ વોટર ઝોનમાં છે કે નહીં ? તે ભરવાનું રહેશે તેમાં આપેલા ડોક્યુમેન્ટ સબમીટ કરશે એટલે પોતાનું ટેકસ બિલ જોઈ શકશે અને પ્રિન્ટ પણ કાઢી શકશે.