Western Times News

Gujarati News

ધમકીભર્યા ઈમેઈલ કરનાર રેની પોલિસ સ્ટેશનમાં ટેબલ પર ચઢી ગઈ અને…

મહિલા આરોપીએ સાઈબર પોલીસ મથક માથે લઈ નાસભાગ કરી -મહિલા પોલીસ કર્મચારીએ મહિલા આરોપી સામે ફરિયાદ નોંધાવી

(એજન્સી)અમદાવાદ, સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં મહિલા આરોપીએ પોલીસ મથકમાં જ નાસભાગ કરી પોલીસ કર્મીઓ સાથે ઝપાઝપી કરી હતી જેમાં એક મહિલા પોલીસ કર્મચારીને ઈજા થઈ હતી. આ મામલે મહિલા પોલીસ કર્મચારીએ શાહીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. Chennai-Woman-Arrested-Bomb-Threats

શાહીબાગ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ૩ર વર્ષીય શિવાંગી મુકંદરાય ભટ્ટ ફરજ બજાવે છે. શિવાંગીને વર્ધી આપવામાં આવી હતી કે ર૩મીની રોજ આરોપી રેની જોશીલડાની વોચમાં તેમને ફરજ બજાવાની રહેશે.

ગઈકાલે શિવાંગી ફરજમાં હાજર થઈ ગઈ હતી અને સાથી કર્મચારીઓ સાથે સાઈબર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકના પહેલાં માળે પોતાની ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન આરોપી રેનીને તપાસ માટે પોલીસ અધિકારી સમક્ષ લઈ જવામાં આવી રહી હતી

ત્યારે રેની ઉશ્કેરાઈ ગઈ હતી અને આઈ ડોન્ટ વોન્ટ ટુ લીવ… આઈ વોન્ટ ટુ ડુ… કહેવા લાગી હતી તેથી પોલીસ કર્મચારીઓએ તેને સમજાવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તે માનવા તૈયાર ન હતી અને ઓફિસના ટેબલ પર ચઢી ગઈ હતી અને પોકર (કાગળમાં કાણાં પાડવાનું ધારદાર સાધન) હાથમાં લઈ લીધું હતું

અને પોલીસ પર હુમલો કરવા પ્રયત્ન કર્યો હતો. જો કે, ત્રણ વ્યક્તિઓએ તેને પકડી લીધી હતી. જો કે, રેનીએ ઝપાઝપી કરી મહિલા પોલીસ કર્મચારીને નખ ભરી લઈ ઈજા પહોંચાડી હતી અને ત્યાંથી ભાગવા પ્રયત્ન કરતા શિવાંગી નીચે પડી ગઈ હતી જેથી તેને ઈજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે જવું પડયું હતું. બીજી તરફ અન્ય સ્ટાફે રેનીને ઝડપી લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.