અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન રૂ.૪ કરોડના ખર્ચે મશીનહોલનો ડીઝીટલ મેપ તૈયાર કરશે

પ્રતિકાત્મક
શહેરના ૧.૭૫ લાખ મશીનહોલ નું મેપિંગ કરવામાં આવશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં આવેલી ડ્રેનેજ અને વરસાદી પાણીની લાઈનોના મેઇન હોલ તેમજ કેચપીટોનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિજિટલ ડેટા તૈયાર કરવામાં આવશે.
ગૂગલ મેપિંગ કરીને કયા વિસ્તારમાં કઈ જગ્યાએ ડ્રેનેજ લાઈનના મેઈન હોલ આવેલા છે, તે અંગેનો તમામ ડેટા તૈયાર કરીને ડિજિટલ નકશો તૈયાર કરવામાં આવશે. દરિયાપુર વોર્ડમાં શરૂ કરાયેલા પાયલોટ પ્રોજેક્ટને સફળતા મળતા આખા શહેરમાં રૂપિયા ૪ કરોડના ખર્ચે લાઈનોના મેન હોલ અંગેના ડિજિટલ ડેટા તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ માંથી ડ્રેનેજ કે સ્ટ્રોમ વોટર લાઈનની તમામ પ્રકારની માહિતી આપતું ડિજિટલ મેપિંગ કરવામાં આવશે .આ ડિજિટલ મેપિંગ પાંચ વર્ષ માટે રૂપિયા ચાર કરોડના ખર્ચથી કરવામાં આવશે. તેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન… pic.twitter.com/fgoxBWhJxi
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) June 26, 2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈ-ગવર્નન્સ વિભાગ દ્વારા ડિફરન્શીયલ ગ્લોબલ પોઝિશનિંગ ટેકનોલોજી (GPS)નો ઉપયોગ કરી શહેરના ૧,૭૫,૦૦૦ જેટલા મશીન હોલ્સના મેપીંગ માટે મશીન હોલ મેપીંગ (સીવેજ લેજર) પ્રોજેક્ટનું અમલીકરણ હાથ ધરવામાં આવનાર છે, સીવેજ લેજર સીવેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેટાને એ ડિજિટલી રેકોર્ડઅને ટ્રેક કરે છે – જેમ કે પાઇપલાઇન સ્થાનો, જાળવણી સમયપત્રક, ફ્લો મેટ્રિક્સ અને ટ્રીટમેન્ટ પ્લાન્ટ કામગીરી.
તે મ્યુનિસિપલ તંત્રની કામગીરીનું સેન્ટ્રલાઇઝડ, પારદર્શક અને રીઅલ-ટાઇમ ડેટાબેઝ તરીકે સેવા આપશે, જેના અમલીકરણથી ડ્રેનેજ / વોટર ઓપરેશન્સ રીલેટેડ કામગીરીમાં પારદર્શિતા, સીવેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આયોજનમાં સપોર્ટ, સીવેજ લાઇન્સની આૅપરેશન એન્ડ મેઇન્ટેનેન્સ ખર્ચનું નિયમન, જાહેર આરોગ્ય અને પર્યાવરણીય પરિણામોમાં સુધારો, સીવેજ કામગીરી પર સેન્ટ્રલાઇઝડ કંટ્રોલ અને નિયમન જેવા લાભ થશે.
આ પ્રોજેક્ટના અમલીકરણથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ મશીન હોલ્સ, કેચપીટ્સ, ચેમ્બર્સ, પંપીંગ સ્ટેશનો, ટ્રીટમેન્ટ પ્લાંટ્સ, નેટવર્ક પાઇપલાઇન્સ તેમજ અન્ય કોમ્પોનેન્ટ્સનો સમાવેશ કરવામાં આવશે, જેમાં સીવેજ નેટવર્કના ચેકીંગનો તમામ ડેટા જે-તે સ્ટાફ દ્વારા નિયમીત રીતે ફિલ અપ કરવામાં આવશે, જેનાથી તમામ સ્ટાફની ઓન-ફીલ્ડ કામગીરી વધુ સચોટ રીતે મોનિટર કરી શકાશે.
વધુમાં, તમામ ડેટા થી માઈક્રો મેનેજમેન્ટ તેમજ મેક્રો મેનેજમેન્ટ વધુ સચોટ, રીયલ ટાઇમ થઈ શકશે. સીવેજ લેજરના અસરકારક અમલીકરણ તેમજ નાગરિક લક્ષી સેવાઓ સાથે કનેક્ટ કરવાના ભાગ રૂપે પ્રોજેક્ટને ય્ૈંજી તેમજ ઝ્રઝ્રઇજી સાથે ઇન્ટીગ્રેટ કરી તેના ડેશબોર્ડનું મોનીટરીંગ કરવામાં આવશે. તેમજ અંદાજિત રૂ. ૪ કરોડ જેટલા ખર્ચમાં ઉપરોક્ત પ્રોજેક્ટ અંતર્ગત ૩ વર્ષની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ઉપલબ્ધ કરાવવામાં આવશે.