Western Times News

Gujarati News

મહિન્દ્રાએ Bolero MaXX Pik-Up HD 1.9 CNG લૉન્ચ કરી

મુંબઈ, 26 જૂન, 2025: ભારતની નંબર 1 પિક-અપ બ્રાન્ડ બોલેરો પિક-અપ બનાવતી કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્ર લિમિડેટે આજે તેના સંપૂર્ણ નવા મોડેલ Bolero MaXX Pik-Up HD 1.9 CNGનું લૉન્ચિંગ કરી સ્મૉલ કૉમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં નવી ઊંચાઈ સર કરી છે. રૂપિયા 11.19 લાખ (એક્સ-શો રૂમ)ની કિંમત સાથે રજૂ કરવામાં આવેલ આ પિકઅપ તેની કેટેગરીમાં સૌથી વધુ 1.85 ટન પેલોડ ક્ષમતા આપે છે, અને ગ્રાહકોને બેજોડ ક્ષમતા અને વધુ વિકલ્પો પૂરા પાડે છે.

શક્તિશાળી 2.5-લિટર ટર્બોચાર્જ્ડ સીએનજી એન્જિનથી સજ્જ, Bolero MaXX Pik-Up HD 1.9 CNG 61 kW પાવર અને પોતાની કેટેદરીમાં શ્રેષ્ઠ 220 Nm ટોર્ક (1,200થી 2,200 rpm વચ્ચે) આપે છે, જે ભારે વજન સાથે પણ શ્રેષ્ઠ કામગીરી સુનિશ્ચિત કરે છે.

લાંબા અંતરના પ્રવાસ માટે ખાસ ડિઝાઇન કરાયેલ આ વાહન એક જ વાર સીએનજી ભરાવાથી અંદાજે 400 કિમી સુધીની શ્રેષ્ઠ રેન્જ આપે છે, જેને તેની 180 લિટરની ક્ષમતા ધરાવતી ટેંક સપોર્ટ કરે છે. આ પિકઅપ 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને પાવર સ્ટીયરિંગથી સજ્જ છે, જે શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં સરળ ડ્રાઇવિંગ અનુભવ સુનિશ્ચિત કરે છે.

Bolero MaXX Pik-Up HD 1.9 CNG મહિન્દ્રાની પ્રથમ એવી CNG પિકઅપ છે, જેમાં આધુનિક iMAXX ટેલેમેટિક્સ સોલ્યુશન દ્વારા સંચાલિત અત્યાધુનિક કનેક્ટેડ ટેક્નોલોજી આપવામાં આવી છે. આ નવીન ટેક્નોલોજી વાહનની રિયલ-ટાઇમ માહિતી આપે છે, જેના કારણે વધુ સારી ઓપરેશનલ અસરકારકતા અને સ્માર્ટ ફ્લીટ મેનેજમેન્ટ શક્ય બને છે. ડ્રાઈવરના આરામ ધ્યાનમાં રાખીને આ પિકઅપમાં દરેક ઋતુ માટે યોગ્ય એર કંડિશનિંગ અને હીટિંગ સિસ્ટમ તેમજ લાંબા સમય સુધી આરામદાયક ડ્રાઇવિંગ માટે ઊંચાઈ એડજસ્ટ થઈ શકે તેવી ડ્રાઈવર સીટ આપવામાં આવી છે. આ ઉપરાંત તેમાં આપેલ D+2 બેઠકની વ્યવસ્થા  તેના ઉપયોગમાં વૈવિધ્યતા ઉમેરે છે જે તેને વિવિધ પ્રકારના વ્યાવસાયિક અને મલ્ટી-યુઝ એપ્લિકેશન્સ માટે યોગ્ય બનાવે છે.

3050 mm લાંબા વિશાળ કાર્ગો બેડ સાથે Bolero MaXX Pik-Up HD 1.9 CNG વધારે વજનને સરળતાથી હેન્ડલ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. 16 ઈંચના મજબૂત ટાયર વાહનની ક્ષમતા વધુ મજબૂત કરવા બનાવવામાં આવ્યા છે અને આગળ-પાછળ બંને એક્સલ પર ટકાઉ લીફ સ્પ્રિંગ સસ્પેન્શન વિવિધ પ્રકારના માર્ગો પર શ્રેષ્ઠ ગ્રિપ અને સ્થિરતા આપે છે.

મહિન્દ્રાએ Bolero MaXX Pik-Up HD 1.9 CNG લોન્ચ કરીને પોતાની મજબૂતી, ટકાઉપણું, વિશ્વસનીયતા, લો-મેન્ટેનન્સ કૉસ્ટ અને વધુ રિસેલ વેલ્યૂમાં પોતાની આગવી સ્થિતિને વધુ મજબૂત કરી છે.

આ ફ્યુચર-રેડી સોલ્યુશન ખાસ કરીને ભારતના પરિવહન અને લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.