Western Times News

Gujarati News

ભેળસેળ કરવા બદલ દૂધવાળાને 32 વર્ષે સજાઃ ૬ મહિનાની જેલ અને 5 હજારનો દંડ

પ્રતિકાત્મક

મુઝફફરનગર, સોશિયલ મીડિયામાં એવી-એવી ઘટનાઓ વાયરલ થઈ રહી છે કે, ના છુટકે તમને હસવુ આવી જશે એવી જ એક ઘટના હાલ સામે આવી છે, જે સાંભળીને તમે ચોકશો અને માથુ ખંજવાશો ! વાત આજથી ૩૨ વર્ષ પહેલા વર્ષ ૧૯૯૦ની છે, Muzaffarnagar: A court here sentenced a man to six months in jail for selling adulterated milk, more than 32 years after the complaint in the matter was registered.

જ્યારે ઉત્તરપ્રદેશ મુઝફફરનગરમાં એક દુધવાળો ભાઈ દુધમાં મિલાવટ કરીને ઘરે ઘરે દુધ પહોંચાડતો હતો. નામ છે તેનું હરવીરસિંહ બસ, એ વખતે ફૂડ ઈન્સ્પેકટરે તેનું દૂધ પકડી લીધું અને ૩૨ વર્ષ પછી, ૨૦૨૩માં કોર્ટે તેને ૬ મહિનાની જેલ અને ૫૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો ! હવે, આટલો લાંબો ડ્રામા કેવી ચાલ્યો ?

૧૯૯૦માં હરવીરસિંહ દૂધની ડોલ લઈને ગલીએ-ગલીએ ફરતો હતો. પણ ગ્રાહકોને શંકા ગઈ કે આ દૂધમાં કંઈક ગડબડ છે. આ વાત પહોચી ફૂડ ઈન્સ્પેકટર સુરેશ ચંદ પાસે જે. બાદ ૨૧ એપ્રિલ ૧૯૯૦ના રોજ ફૂડ ઈન્સ્પેકટર સુરેશ ચંદે તેના દુધનું સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલી દીધું.

બે મહિના પછી લેબ રિપોર્ટ આવ્યો અને ખુલાસો થયો કે હરવીરનું મિલાવટી દૂધ વેચતો હતો. જે બાદ તેની સામે પ્રિવેન્શન ઓફ ફુડ એડલ્ટરેશન એક્ટની કલમ ૭/૧૬ હેઠળ કેશ નોંધાયો.

બસ આ કેસ નોંધાયા બાદ હરવીરસિંહ કોર્ટના ભૂલભૂલૈયામાં ફસાઈ ગયો પ્રોસિક્યુટિંગ ઓફિસર રામ અવતાર સિંહના જણાવ્યા પ્રમાણે હરવીરે ૩૨ વર્ષ સુધી કોર્ટમાં હાજરી ન આપી. ક્યારેક બહાનાં બનાવ્યા.

તો ક્યારેક વકીલ બદલ્યા અને તમામને ચક્કરે ચડાવતો રહ્યો રમુજી વાત એ પણ છે કે આ દરમિયાન મેજીસ્ટ્રેટની સામે હાજર ન થવાને કારણે તે ત્રણ વખત જેલમાં પણ ગયો, પમ દર વખતે જામીન પર છુટી જતો.

આખરે ૧૮ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ કોર્ટ તેને ૬ મહિનાની સજા અને ૫૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. સજા સંભળાવવાના થોડા કલાકોમાં હરવીરે ફરી જામીનની અરજી કરી અને એ પણ મળી ગઈ હવેતેની પાસે બે મહિનાનો સમય છે.

એક વરિષ્ઠ વકીલના જણાવ્યા પ્રમાણે, હરવીર પાસે બે રસ્તા છે એક તો હાઈકોર્ટમાં અપીલ કરવી નહી તો જેલનો રસ્તો પકડવો આવા કેસમાં જ્યાં સજા ૨ વર્ષથી ઓછી હોય, જામીન મળવાની શક્યતા રહે છે, પણ હરવીરનું થશે એ તો આવનારા દિવસોજ બતાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.