Western Times News

Gujarati News

અરવલ્લી જિલ્લામાં 80 ટકા સરપંચો BJPની વિચારસરણી વાળા ચૂંટાયા

અરવલ્લીમાં ૧૩૩ ગ્રામ પંચાયતોમાં હવે સરપંચ રાજ, લોકોમાં ખુશી-પરિણામમાં કયાંક એક કે બે મતથી વિજય થયો

મોડાસા, અરવલ્લી જિલ્લામાં મુદ્દત પૂરી થતી વિભાજન થયેલી અને કોઈક કારણસર ખાલી પડેલી કુલ ૧૩૩ ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને પેટા ચૂંટણી ગત રવિવારે યોજાઈ હતી.

ચૂંટણી યોજાયેલ ગામોના ર,૯૦,૪૧૭ મતદારો પૈકી ર,૩૪,રપપ મતદારોએ વરસતા વરસાદ વચ્ચે હોંશે હોંશે મતપત્રક, બેલેટ પેપર દ્વારા સરપંચ પદ અને વોર્ડ સદસ્ય પદના પસંદગીના ઉમેદવારોને મતદાન કર્યું હતું. ચૂંટણી સંપન્ન થયા બાદ બુધવારે દરેક તાલુકા મથકોએ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી જેના પગલે મત ગણતરી કેન્દ્ર આગળ જન મેદની એકઠી થઈ હતી. ચૂંટણીના પરિણામો જાહેર થતાં કહી ખુશી કહીં ગમનો માહોલ સર્જાયો હતો.

બેથી અઢી વર્ષના વહીવટદાર, તલાટીના શાસનનો અંત સાથે હવે જિલ્લાની ૧૩૩ ગ્રામ પંચાયતોમાં સરપંચ રાજ આવતા ગ્રામજનોમાં ખુશીની લહર પ્રસરી હતી. ગ્રામ પંચાયતને મળવા પાત્ર લાખો રૂપિયાની ગ્રાન્ટ સરપંચ બનવાનો અનેરો ઉત્સાહ જણાતો હતો. લાંબા સમય બાદ બેલેટ પેપરથી મતદાન થતાં અનેર રદ થયા હતા.

અનેક મતદારોએ વાળેલા મત પત્રકો સિક્કા માર્યા વગર જ મત પેટીમાં નાંખ્યા હતા જે રદ થયા હતા. જ્યારે બેલેટ પેપરની ગણતરીના કારણે પરિણામ જાહેર કરવામાં સમય ખૂબ જતાં વિલંબ થયો હતો.

કેટલાકમાં મોડી રાત સુધી મતગણતરી થઈ હતી. વિજેતા ઉમેદવારોએ ઠેર ઠેર ડી.જે. સાથે ગુલાલથી વિજયોત્સવ મનાવ્યો હતો. પરિણામમાં કેટલાક ગામમાં ટાઈ પડતા ચિઠ્ઠીથી પરિણામ જાહેર થયા હતા. કયાંક એક કે બે મતથી વિજય થયો હતો.

અરવલ્લી જિલ્લાની ગ્રામ પંચાયતોના પરિણામો આવ્યા છે તેમાં મોટાભાગે ભાજપની વિચારધારાવાળા ૮૦ ટકા સરપંચો ચૂંટાયા છે તેમ જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર જણાવે છે જ્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલ ૬૦ ટકા કોંગ્રેસ તરફી ચૂંટાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.