Western Times News

Gujarati News

મોડાસામાં શામળાજી-ગોધરા સ્ટેટ હાઈવે પર કેનાલ બનાવવા સામે વિરોધ

પ્રતિકાત્મક

કોમ્પલેક્સ અને હોસ્પિટલનો માર્ગ અવરોધતા ૧પ૦ મકાન માલિકોએ કામ બંધ કરાવ્યું

મોડાસા,  મોડાસા સહિત અરવલ્લી જિલ્લામાં મંગળવારે વરસેલા ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે અને રોડના અણઘડ કામો અને આડેધડ કરાતા દબાણો, પૂરણથી ભરાતા પાણીને લઈ સર્જાયેલી હાલાકી સામે ભારોભાર રોષ વ્યાપ્યો હતો.

મોડાસા નગરના બાયપાસ માર્ગે આવેલા આદિત્ય કોમ્પલેક્ષ અને એઈમ્સ હોસ્પિટલ પાસે રોડ સાઈડે વરસાદને પગલે ભરાતા ભારે પાણીને લઈ તંત્ર શામળાજીથી ગોધરા હાઈવે રોડ સાઈડે પાકી કેનાલ બનાવવાની તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાતા કેનાલથી અટવાતી અવર-જવરને લઈ સ્થાનિક રહીશો અને વેપારીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરી અડચણરૂપ કામગીરી બંધ કરાવી હતી

અને આ પાણી તંત્રના વાંકેજ ભરાતા હોવાની ચર્ચાઓ ઉઠી હતી. આમ મોડાસામાં શામળાજીથી ગોધરા સ્ટેટ હાઈવે માર્ગ ઉપર પાકી કેનાલ બનાવવા સામે આદિત્ય કોમ્પલેક્ષ અને એઈમ્સ હોસ્પિટલ જવાનો માર્ગ અવરોધતા ૧પ૦ મકાન માલિકોએ તંત્ર સામે ઉગ્ર વિરોધ કરીને કામ બંધ કરાવ્યું છે તેમજ ભિલોડામાં ૪ રોડ ઓવર ટોપિંગ થતાં વૈકÂલ્પક માર્ગનો ઉપયોગની જાહેર અપીલ કરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.