Western Times News

Gujarati News

કમલ હસન અને આયુષ્માનને ઓસ્કારની પેનલમાં આમંત્રણ

દુનિયાના ૫૪૩ કલાકારો ઓસ્કાર એકેડેમીની પેનલનો હિસ્સો

આ યાદીમાં ગયા વર્ષે શબાના આઝમી, એસએસ. રાજામૌલી, રિતેશ સિદ્ધવાની, રીમા દાસ અને પ્રેમ રક્ષિત હતાં

મુંબઈ,ઓસ્કાર એવોર્ડઝ જે સંસ્થા દ્વારા આયોજિત થાય છે, તે ધ એકેડમી ઓફ મોશન પિક્ચર આટ્‌ર્સ એન્ડ સાયન્સ ઇન્સ્ટિટ્યુટ દ્વારા કેટલાંક ઇન્ડિયન કલાકારોને સભ્યપદ માટેના આમંત્રણ મોકલાયા છે. જેમાં કમલ હસન, આયુષ્યમાન ખુરાના સહિતના એક્ટર સામેલ છે. એકેડેમી દ્વારા આ વર્ષે દુનિયાનાં ૫૪૩ કલાકારોને આ સભ્યપદ માટે આમંત્રણ અપાયું છે, જેમાં એરિયાના ગ્રાંડે, સેબેસ્ટિઅન સ્ટેન અને જેરેમી સ્ટ્રોંગનો પણ સમાવેશ થાય છે. ઓસ્કાર એવોડ્‌ર્ઝનું આયોજન કરતી લોસ એન્જેલસની એકેડમીએ ગુરુવારે રાત્રે ઓસ્કાર ક્લાસ ૨૦૨૫ની યાદી જાહેર કરી હતી.

એકેડેમીના સીઈઓ બિલ ક્રેમર અને એકેડેમીના પ્રેસિડેન્ટ જેનેટ યાંગે જણાવ્યું હતું, “અમે આ ક્લાસમાં પ્રતિષ્ઠિત કલાકારો, ટેન્કિશિયન્સ અને પ્રોફેશનલ્સને એકેડેમીમાં આવકારતા અમે ખુશ છીએ. ફિલ્મ બનાવવા અને મહાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માટેના તેમના સમર્પણથી આ અતિ ટેલેન્ટેડ લોકોએ વૈશ્વિક ફિલ્મી સુહમાં અવિસરણીય પ્રદાન કર્યું છે.”જો આ યાદીમાં સમાવિષ્ટ ભારતીયોની વાત કરીએ તો તેમાં ગલી બોય સહિતની ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર, અ નાઇટ ઓફ નોવિંગ નથિંગ સહિતની ફિલ્મના સિનેમેટોગ્રાફર રનબીર દિસ, બાજીરાવ મસ્તાનીના કોસ્ચ્યુમ ડિઝાઇનર મેક્સિમા દાસ, ડોક્યુમન્ટ્રી ફિલ્મ મેકર સ્મૃતિ મુંધ્રાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત ફિલ્મ મેકર પાયલ કાપડિયા, જેઓ ૨૦૨૫ના કેન્સ ફેસ્ટિવલની જ્યુરીમાં પણ હતાં. તેઓ પણ આ ક્લાસના સભ્ય છે. આ યાદીમાં ગયા વર્ષે શબાના આઝમી, એસએસ. રાજામૌલી, રિતેશ સિદ્ધવાની, રીમા દાસ અને પ્રેમ રક્ષિત હતાં.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.