Western Times News

Gujarati News

ગુજરાતમાં સૌથી વધુ વરસાદ દ્વારકાના કલ્યાણપુરમાં વરસ્યો

નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જતાં જનજીવન પ્રભાવિત: 

રાજ્યભરમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની ચેતવણી

અમદાવાદ, ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી ૫ દિવસ મધ્યમ વરસાદ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે કચ્છ, દ્વારકા, જૂનાગઢ, પોરબંદરમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં વરસાદ રહેશે. હાલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે.

પંચમહાલ જિલ્લામાં મેઘરાજા થયા મહેરબાન, જિલ્લામાં બપોરના સમયે વરસાદી માહોલ સર્જાયો હતો. પંચમહાલના જાંબુઘોડા, ઘોઘંબા, યાત્રાધામ પાવાગઢ ગોધરા અને ઘોઘંબાના પૂર્વ વિસ્તારમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો. દિવસભરના ઉકળાટ અને બફારાના વાતાવરણ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. ગોધરા પંથકમાં પણ મેઘરાજાનું હળવા ભારે ઝાપટા સાથે આવન જાવન જોવા મળ્યું હતું, આ સાથે જાંબુઘોડા પંથકમાં ધોધમાર વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. યાત્રાધામ પાવાગઢમાં વરસાદી માહોલ દરમિયાન પગથિયાં ઉપર નદી જેમ વહેતા થયા હતા. વરસાદને લઈ પગથિયાં ઉપર ખળખળ વહેતા ઝરણાં જેવા દૃશ્યો જોવા મળ્યા હતા.

૨૪ કલાકમાં રાજ્યના ૧૭૧ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સોથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં ૩ ઈંચ વરસાદ વરસતાં ખેતરો જળમગ્ન બન્યા છે અને અનેક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. ૨૪ કલાકમાં કચ્છના માંડવીમાં અઢીં ઈંચ વરસાદ વરસ્યો છે. ૨૪ કલાકમાં કચ્છના નખત્રાણામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. ૨૪ કલાકમાં વલસાડના પારડીમાં બે ઈંચ વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ ૨૯.૮૯ ટકા વરસાદ વરસી ચુક્્યો છે..જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધ ૩૨.૧૭ ટકા વરસાદ વરસી ચુક્્યો છે..જ્યારે મધ્ય ગુજરાતમાં ૩૧.૩૦ ટકા વરસાદ વરસ્યો છે.સૌરાષ્ટ્ર ઝોનમાં ૩૧.૨૫ ટકા, કચ્છમાં૨૬.૧૬ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૨૧.૯૧ ટકા વરસાદ વરસી ચુક્્યો છે..રાજ્યમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ સિઝનનો અત્યાર સુધી ૪૯.૧ ટકા વરસાદ ખાબકી ચુક્યો છે.

ગુજરાતમાં જોરદાર ચોમાસું જામ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી લગભગ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં લોપ્રેશર એરિયા બન્યું છે. જે આગળ વધતા ગુજરાતમાં તેની સારી અસર થશે. જે રાજ્યમાં વરસાદ લાવશે. રાજ્ય પર વરસાદ લાવતી હાલ ત્રણ સિસ્ટમ એક્ટિવ છે. જેમાં પાકિસ્તાનની પાસે સાયક્લોનિક સર્ક્‌યુલેશન સર્જાયું છે. તો બંગાળની ખાડીમાં લો પ્રેશન એરિયા સર્જાયો છે અને તો એક ટ્રફ રેખા ગુજરાત પરથી પસાર થઇ રહી છે.

જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધશે. નોંધનિય છે કે, આવતી કાલથી સૌરાષ્ટ્રમાં પવનની ગતિમાં પણ ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ શકે છે. ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર વધશે અને બંને ઝોનના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારિ વરસાદનું અનુમાન છે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે. મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.

ગુજરાતમાં જોરદાર ચોમાસું જામ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી લગભગ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં લોપ્રેશર એરિયા બન્યું છે. જે આગળ વધતા ગુજરાતમાં તેની સારી અસર થશે. જે રાજ્યમાં વરસાદ લાવશે. રાજ્ય પર વરસાદ લાવતી હાલ ત્રણ સિસ્ટમ એક્ટિવ છે. જેમાં પાકિસ્તાનની પાસે સાયક્લોનિક સર્ક્‌યુલેશન સર્જાયું છે. તો બંગાળની ખાડીમાં લો પ્રેશન એરિયા સર્જાયો છે અને તો એક ટ્રફ રેખા ગુજરાત પરથી પસાર થઇ રહી છે. જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે.

આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધશે. નોંધનિય છે કે, આવતી કાલથી સૌરાષ્ટ્રમાં પવનની ગતિમાં પણ ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ શકે છે. ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર વધશે અને બંને ઝોનના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારિ વરસાદનું અનુમાન છે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે. મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.

આગામી ૬ દિવસ ઉત્તર ગુજરાત, મÎય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. કચ્છમાં આજે ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. , પાટણ મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અમદાવાદમાં ભારે નહિ પરંતુ મધ્યમ વરસાદનું અનુમાન છે. અરવલ્લી મહિસાગરમાં ભારે વરસાદની આગાહી છે. ખેડા,પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપરુ, નર્મદા આ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ટૂંકમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.