Western Times News

Gujarati News

ચૂંટણી પંચ ૨૦૦૩ની બિહાર મતદાર યાદી અપલોડ કરશે

પાત્રતા ધરાવતો કોઈ મતદાર યાદીમાંથી બાકાત ના રહે તે સુનિશ્ચિત કરાશે

બિહાર વિધાનસભાની ૨૪૩ સીટો પર કુલ ૭.૭૮૯ કરોડ મતદારો છે. રાજ્યમાં આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે

નવી દિલ્હી,કેન્દ્રીચ ચૂંટણી પંચ જલદી જ ૨૦૦૩ની બિહાર મતદાર યાદી પોતાની વેબસાઇટ પર અપલોડ કરશે, જેથી એમાં સામેલ લગભગ ૪.૯૬ કરોડ મતદારોને મતદાર યાદીના વિશેષ ઊંડાણપૂર્વકના પુનઃનિરીક્ષણ માટે ગણતરી ફોર્મની સાથે સંલગ્ન કરવામાં આવનાર પ્રાસંગિક ભાગને કાઢવામાં સરળતા રહે.ચૂંટણી પંચ દ્વારા બિહાર ચૂંટણી મશીનરીને આપેલી સૂચના અનુસાર, ૨૦૦૩ના વિશેષ ઊંડાણપૂર્વકના પુનઃનિરીક્ષણમાં સૂચિબદ્ધ કુલ મતદારોમાંથી ૬૦ ટકા એટલે કે ૪.૯૬ કરોડ મતદારોના સંશોધન પછી સામે આવેલી મતદાર યાદીના પ્રાસંગિક ભાગને છોડીને પોતાની જન્મ તારીખ, સ્થળ કે જન્મને પ્રમાણિક કરનાર કોઈ સહાયક પ્રમાણપત્ર કે ડોક્યુમેન્ટ રજૂ કરવાની જરુરિયાત નથી.

અન્ય ત્રણ કરોડ એટલે કે ૪૦ ટકા મતદારોએ પોતાની જન્મતારીખ કે જન્મસ્થળને પ્રમાણિત કરવા માટે ૧૧ સૂચિબદ્ધ દસ્તાવેજોમાંથી એક ડોક્યુમેન્ટ રજૂ કરવાનું રહેશે. ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું કે, મૂળ અભ્યાસ બાકીના ત્રણ કરોડ મતદારોમાંથી પ્રત્યેક વ્યક્તિની ઓળખ કરવાનો છે, ત્યાર પછી જ તેમના નામ મતદાર યાદીમાં સામેલ કરાશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે રવિવારે જણાવ્યું કે, વિશેષ ઊંડાણપૂર્વકના પુનઃનિરીક્ષણથી એ સુનિશ્ચિત થશે કે કોઈ પણ પાત્રતા ધરાવનાર મતદાર યાદીમાંથી બહાર રહે નહીં અને કોઈ બિનપાત્રતા ધરાવતો મતદાર યાદીમાં સામેલ થઈ જાય નહીં.ઉલ્લેખનીય છે કે બિહાર વિધાનસભાની ૨૪૩ સીટો પર કુલ ૭.૭૮૯ કરોડ મતદારો છે. રાજ્યમાં આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.