Western Times News

Gujarati News

કાશ મારી પાસે મગજ બંધ કરવાની પણ કોઈ સ્વિચ હોત : રશ્મિકા

રશ્મિકાએ વધારે પડતું વિચારવાની પોતાની આદત અંગે વાત કરી

ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે તે પણ વધારે પડતું વિચાર્યા કરવાની અને તેના કારણે ભાવુક થઈ જવાય એવી ક્ષણોનો સામનો કરે છે

મુંબઈ,આજના સમયમાં મોટા ભાગના લોકોને વધુ પડતુ વિચારવાની તકલીફ છે, આ તકલીફમાંથી સેલેબ્રિટીઝ પણ બચી શક્યાં નથી. આજકાલ ખુબ લોકપ્રિય થયેલી એક્ટ્રેસ રશ્મિકા મંદાના પણ આ તકલીફ અનુભવે છે, તાજેતરના એક ઇન્ટરવ્યુમાં રશ્મિકાએ મેન્ટલ હેલ્થની વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે વધારે પડતું વિચારીને ભાવુક થઈ જવાય એવી ક્ષણોનો કઈ રીતે સામનો કરે છે.૨૪ જુને રશ્મિકાએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે તે પણ વધારે પડતું વિચાર્યા કરવાની અને તેના કારણે ભાવુક થઈ જવાય એવી ક્ષણોનો સામનો કરે છે.

તેણે કૅપ્શનમાં લખ્યું,“વ્યાલી ડાયરી, તને ખબર છે, એવા પણ દિવસો આવે જ્યારે તમારું મગજ બિલકુલ અટકે જ નહીં? જાણે કે તમારા મગજમાં કોઈ રીલ સતત એકધારી ચાલ્યા જ કરતી હોય..“શું મેં સાચું કહ્યું?”“મેં શું વધારે કહી દીધું?”“શું મારે ચુપ રહેવું જોઈએ?”હા, એ હું છું.”તેણે આગળ લખ્યું,“કાશ મારી પાસે એવી કોઈ સ્વિચ હોત, જેને હું બસ બંધ કરી દઉં અને બધો જ ઘોંઘાટ અટકી જાય. પણ ફરી પાછું, જે વ્યક્તિ બીજા લોકો વિશે સતત ચિંતિત હોય એના જીવનનો આ એક ભાગ છે.

જો લોકોનું મગજ તેમના દિવસ કરતાં પણ વધારે ગતિએ ચાલે છે, તેઓ એક મિનિટ લે, શ્વાસ લે અને પોતાની જાતને યાદ કરાવે કે બધા જ વિચારો પર ધ્યાન આપવાની જરૂર નથી.”રશ્મિકાએ આગળ લખ્યું,“મને ખબર છે, ક્યારેક તમે ચૂપ થઇ જાઓ, એટલા માટે નહીં કે તમને કોઈની પડી નથી, પરંતુ ખોટું થતું હોય ત્યાં તમારી પાસે ઘણું કહેવાનું હોય છે. જ્યાં સુધી તમને તમારા પોતાના શબ્દો વિચિત્ર લાગવા માંડે ક્યાં સુધી તમે લખેલું તમે પોતે ફરી ફરી વાંચ્યા કરો છો. તમે માત્ર એટલું ઇચ્છો છો કે તમને કોઈ સમજે. બસ એટલું જ.”આગળ તેણે પોતાના અનુભવ વિશે પણ વાત કરી હતી અને કહ્યું,“તમે બહુ જલ્દી માફી માગી લો છો. જ્યાં એક અક્ષરનો વિચાર કરવાનો હોય ત્યાં ચાર અક્ષરનો કરો છો. નહીં કહેલી વાતોનો ભાર તમે દિવસો સુધી મન પર લઇને ફરો છો. મને દેખાય છે, એ કરુણા, એ ઇરાદો, એ સ્મિત પાછળની વ્યાકુળતા.” અંતે રશ્મિકાએ લખ્યું,“તમે જરા પણ ખોટા નથી. તમે એવા છો, જે ઊંડાણપૂર્વક, સંપુર્ણપણે અને ઇમાનદારીથી લાગણી વ્યક્ત કરો છો. એ ક્યારેય ખરાબ ન હોઈ શકે.”ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.