Western Times News

Gujarati News

ટ્રમ્પ અને નેતન્યાહૂને જાનથી મારી નાખવાનો ઈરાનના નેતાનો ફતવો

(એજન્સી)તહેરાન, ઈરાનના શિયા ધાર્મિક નેતા ગ્રાન્ડ આયતુલ્લાહ નાસેર મકારીમ શિરાજીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સામે ફતવો જાહેર કર્યાે છે. જેમાં ટ્રમ્પ અને નેતન્યાહૂને અલ્લાહના દુશ્મન ગણાવ્યા છે અને વિશ્વભરના મુસ્લિમોને બંનેને મારી નાખવાનું કહેવાયું છે.

આ ઉપરાંત ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈને ધમકી આપનાર કોઈપણ વ્યક્તિ કે સરકારને અલ્લાહનો દુશ્મન ગણવામાં આવશે. નોંધનીય છે કે, ઈરાનના શિયા નેતાઓ આયતુલ્લા અલી ખામેનેઈને આપવામાં આવેલી ચેતવણીથી ગુસ્સે છે. એટલા માટે આ ફતવો જાહેર કરાયો છે.અહેવાલો અનુસાર, ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈ પરિવાર સાથે બંકરમાં છુપાયેલા છે.

તેમણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી છે કે જો ઈઝરાયલ અને અમેરિકા હવે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કરશે તો તેના પરિણામો ખરાબ આવશે.

ઈરાન તેની સંપૂર્ણ તાકાતથી જવાબ આપશે અને મધ્ય પૂર્વમાં અમેરિકન લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરશે. ખામેનીએ દેશવાસીઓને ઈઝરાયલ પર ઈરાનની જીતની જાહેરાત કરીને ઉજવણી કરવા પણ કહ્યું છે.લીડર આયતુલ્લા અલી ખામેનેઈની આ ચેતવણી પછી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને યોગ્ય જવાબ આપ્યો.

તેમણે ખામેનેઈને કૃતÎન ગણાવ્યા અને ચેતવણી આપી કે, ‘જો ઈરાન ફરીથી પરમાણુ હથિયાર બનાવવાનો પ્રયાસ કરશે અથવા વિચારશે તો અમેરિકા પહેલા કરતા વધુ હુમલો કરશે. ઈઝરાયલ અને અમેરિકા બંને જાણે છે કે ખામેનેઈની ક્યાં છુપાયેલા છે.’ઉલ્લેખનીય છે કે, ઈરાનનો પરમાણુ કાર્યક્રમ એક સમસ્યા બની રહે છે. ઈઝરાયલ અને અમેરિકા ઈચ્છતા નથી કે ઈરાન પરમાણુ હથિયારો બનાવે,

તેથી ઈઝરાયલે ૧૨મી જૂને ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યાે હતો. ત્યારબાદ ઈરાને પણ ઈઝરાયલ પર મિસાઈલ છોડ્યા. મિસાઈલ અને ડ્રોન હુમલાઓ સાથે યુદ્ધ લગભગ ૧૨ દિવસ સુધી ચાલુ રહ્યું હતું. ૧૧મા દિવસે અમેરિકાએ ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર બોમ્બમારો કરીને તેમને નષ્ટ કરી દીધા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.