કેનેડાએ યુએસની ટેક કંપનીઓ પર ટેક્સ લાગુ કરવાના મુદ્દે નમતું ઝોખ્યું

AI Image
કેનેડેના પીએમ કાર્નીએ મેમાં વ્હાઈટહાઉસમાં ટ્રમ્પ સાથે બેઠક કરી હતી જેમાં તે નમ્ર પરંતુ ટેક્સ મુદ્દે મક્કમ જણાતા હતા
કેનેડા અને અમેરિકા વચ્ચે વેપાર સોદા માટે પુનઃ મંત્રણા શરૂઃ PM કાર્ની
ટોરોન્ટો,કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીના મતે તેમણે યુએસની ટેન્કોલોજી કંપનીઓ પર કર લાગુ કરવાની યોજના રદ કરતાંની સાથે જ અમેરિકા સાથે વેપાર મંત્રણા પુનઃ શરૂ થઈ છે. સોમવારથી કેનેડાની યુએસની ટેન્કોલોજી કંપનીઓ ઉપર ટેક્સ લાગુ કરવાની યોજના હતી. આ મામલે અગાઉ અમેરિકાના પ્રમુખ ડોન્લ્ડ ટ્રમ્પે કેનેડા દ્વારા યુએસની આઈટી કંપનીઓ પર કર લાગુ કરવો તે અમેરિકા ઉપર પ્રત્યક્ષ અને ખુલો હુમલો ગણાવ્યો હતો. કેનેડાની સરકારે બાદમાં સ્પષ્ટતા કરી હતી કે વેપાર સોદાની અપેક્ષાએ યુએસ ટેક કંપનીઓ પાસેથી કર નહીં વસૂલે.
કેનેડેના પીએમ કાર્નીની કચેરી દ્વારા જણાવાયું હતું કે, કાર્ની અને ટ્રમ્પ વાટાઘાટ માટે સહમત થયા છે. તાજેતરમાં કેનેડાના કાનાનાસ્કિસ ખાતે જી૭ દેશોના વડાઓની બેઠક મળી હતી અને તેમાં ૨૧ જુલાઈ ૨૦૨૫ સુધીમાં વાટાઘાટ પુનઃ શરૂ કરવાની સમયમર્યાદાને આ જાહેરાતથી સમર્થન મળ્યું છે. કેનેડાની ડિજિટલ ટેક્સ લાગુ કરવાની યોજનાથી અમેરિકાની એમેઝોન, ગૂગલ, મેટા, ઉબર અને એરબીએનબી સહિતની કંપનીઓ પર પ્રતિકૂળ અસર પડી શકત. આ કંપનીઓને કેનેડાના ગ્રાહકો પાસેથી થતી આવક પર ત્રણ ટકા ટેક્સ ભરવો પડત.
પાછલી તારીખથી અમલ થવાથી અમેરિકાની કંપનીઓ પર મહિનાના અંત સુધીમાં બે અબજ યુએસ ડોલરનું ભારણ આવે તેવી શક્યતા હતી. કેનેડેના પીએમ કાર્નીએ મેમાં વ્હાઈટહાઉસમાં ટ્રમ્પ સાથે બેઠક કરી હતી જેમાં તે નમ્ર પરંતુ ટેક્સ મુદ્દે મક્કમ જણાતા હતા. ટ્રમ્પ પણ જી૭ સંમેલન માટે અલ્બર્ટા પહોંચ્યા હતા અને અમેરિકાએ વેપાર વાટાઘાટ માટે એક મહિનાની સમયમર્યાદા નક્કી કરી હતી. કેનેડાના નાણાં મંત્રી ફ્રન્કોઈસ-ફિલિપ શેમ્પેને જણાવ્યું કે, ડિજિટલ ટેક્સ નાબૂદ કરાતા હવે અમેરિકા સાથે નવા આર્થિક અને સુરક્ષા સંબંધોની વાતચીત શક્ય બનશે જેથી વિકાસનો માર્ગ ખુલશે. ss1