Western Times News

Gujarati News

યુપીમાં સુહાગરાતના દિવસે જ પત્નીએ પતિની કરી હત્યા

૧૮ એકર જમીન પચાવવાનો કારસો

આરોપી સાહિબા બાનોએ લગ્ન છતાં બીજા બોગસ લગ્ન કર્યા, પહેલા પતિ સાથે મળીને હત્યા કરી

કુશીનગર,ઉત્તરપ્રદેશના કુશીનગરના સુકરૌલીના મઝના નાળાની પાસે છઠ્ઠી જૂને જબલપુરના એક યુવકની હત્યા કરીને લાશ ફેંકી દેવાઇ હતી. આ મામલાનો ખુલાસો ત્રણ અઠવાડિયા પછી પોલીસે કર્યાે છે. એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરાઈ છે. હત્યાનું કારણ યુવકની સાથે બોગસ લગ્ન કરીને તેની ૧૮ એકર જમીન પચાવી પાડવાનું હતું. જિલ્લા પોલીસ વડા સંતોષ કુમાર મિશ્રાએ જણાવ્યું કે સુકરૌલીમાં મળેલા મૃતદેહની ઓળખ અને ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે ત્રણ ટીમ બનાવી હતી.

છેવટે મૃતકનું નામ ઈન્દ્રકુમાર તિવારી (૪૫) અને તે મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના પડવાર ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ પૂછપરછમાં આરોપી મહિલા સાહિબા બાનો ઉર્ફે ખુશી તિવારીએ જણાવ્યું કે તેની ઓળખ સોશિયલ મીડિયા થકી દેવરિયાના કૌશલ ગૌંડ સાથે થઈ હતી. સાહિબા અને કૌશલે પ્રેમલગ્ન કર્યા અને પછી ગોરખપુરમાં એક ભાડાના રૂમમાં રહેવા માંડ્યા. એક દિવસ બંનેએ સોશિયલ મીડિયા પર ઈન્દ્રકુમાર તિવારીનો એક વાયરલ વીડિયો જોયો હતો, જેમાં ઈન્દ્ર તિવારી કહી રહ્યો છે કે ૧૮ એકર જમીન હોવા છતાં પણ પોતાના લગ્ન થઈ રહ્યા નથી.

આ સાંભળીને સાહિબા અને કૌશલે ઈન્દ્રકુમાર સાથે બોગસ લગ્ન કરીને તેની સંપત્તિ પડાવી લેવાનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન મુજબ, કૌશલ એક દિવસ ઈન્દ્રકુમાર તિવારીને મળવા જબલપુર પહોંચ્યો અને ત્યાં તેણે સાહિબાની ખુશી તિવારી તરીકેની ઓળખ આપીને પોતાની બહેન ગણાવી હતી. પછી લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યાર પછી સાહિબા અને ઈન્દ્ર કુમાર કેટલાક દિવસ સુધી ફોન પર વાતચીત કરતા રહ્યા.આરોપી સાહિબાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી કે તેણે કૌશલ અને સમસુદ્દીનની મદદથી ઈન્દ્ર કુમારની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. પાંચમી જૂને કુશીનગરની એક હોટેલમાં સાહિબાએ ઈન્દ્ર તિવારી સાથે ખોટા લગ્ન કરી લીધા હતા. ત્યાર પછી આરોપીઓએ પ્લાન અનુસાર ઈન્દ્રકુમાર તિવારને પનીર રાઇસમાં ઊંઘની ગોળી ખવડાવીને બેભાન કરી દીધો. ત્યાર પછી ત્રણેયે ઈન્દ્રને ગાડીને બેસાડીને સુકરૌલી લઈ ગયા, જ્યાં ચાકૂના ઘા મારીને હત્યા કરી દીધી હતી. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.