બાંગ્લાદેશમાં રથયાત્રાના દિવસે હિન્દુ મહિલા પર બળાત્કાર

ઘટનાનો વીડિયો વાયરલ કર્યાે,પીડિતાએ મુરાદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું કે એ ૧૫ દિવસ પહેલા પોતાના પિયરમાં આવી હતી
ઢાકા,બાંગ્લાદેશના કુમિલ્લા જિલ્લાનામુરાદનગર વિસ્તારમાં એક ૨૫ વર્ષીય હિન્દુ મહિલાની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાના મામલામાં પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ, રથયાત્રાના દિવસે એક હિન્દુ પરિવારના ઘરમાં ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો, એ સમયે પાસેના એક અન્ય હિન્દુ ઘરમાં આ ઘટના બની હતી. આ જગ્યા રાજધાની ઢાકાથી લગભગ ૬૬ કિમી દૂર છે. બળાત્કારનો મુખ્ય આરોપી ફજ્ર અલી બીએનપી પાર્ટી સાથે જોડાયેલો છે.
જોકે, તેની બીએનપીમાં કોઈ ઔપચારિક ભૂમિકની ખરાઈ થઈ નથી. આ ઘટના એ સમયે બની, જ્યારે દેશમાં લઘુમતી સમુદાયો પર થઈ રહેલા હુમલાઓ, મંદિરોમાં તોડફોડ અને લૂંટફાટની સામે હિન્દુ સમુદાય પ્રદર્શન કરી રહ્યો છે. પીડિતાએ મુરાદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું કે એ ૧૫ દિવસ પહેલા પોતાના પિયરમાં આવી હતી. ગુરુવારની રાત્રે લગભગ ૧૦ કલાકે આરોપી ફજ્ર અલી તેના સાગરિતો સાથે ઘરે આવ્યો અને દરવાજો ખોલવાનું કહ્યું હતું. યુવતીએ મનાઈ કરી તો આરોપીએ દરવાજો તોડી દીધો હતો અને પછી ઘરમાં ઘુસીને બળાત્કાર કર્યાે હતો. તેનો વીડિયો પણ બનાવી દેવાયો છે. ss1