Western Times News

Gujarati News

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હજુ કેટલાક લોકો મને આઉટસાઈડર્સ માને છે

વિક્રાંત મેસ્સીને અફસોસ

વિક્રાંતનું ફેમિલી બેકગ્રાઉન્ડ ફિલ્મોનું નથી અને તેના કારણે કેટલાક લોકો તેને હજુ આઉટસાઈડર્સ માની રહ્યા છે

મુંબઈ,ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નવી પેઢીના એકટર્સમાં વિક્રાંત મેસ્સીનું નામ મોખરે છે. નાના રોલથી શરૂઆત કરનારા વિક્રાંતની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યાં છે. પ્રોમિસિંગ એક્ટ તરીકે ઓળખાતા વિક્રાંતને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક લોકોએ હજુ સ્વીકાર્યાે નથી. કેટલાક લોકો પોતાને ઉતરતો માની રહ્યા હોવાનો વિક્રાંતને અફસોસ છે. વિક્રાંતનું ફેમિલી બેકગ્રાઉન્ડ ફિલ્મોનું નથી અને તેના કારણે કેટલાક લોકો તેને હજુ આઉટસાઈડર્સ માની રહ્યા છે.

સ્ટાર કિડ્‌સે ક્યારેય ખરાબ વર્તન કર્યું છે કે કેમ? તે અંગે જવાબ આપતાં વિક્રાંતે કહ્યું હતું કે, સંઘર્ષના દિવસોમાં ઘણાં લોકો તેને હિન બતાવવા માગતા હતા. આ વાત માત્ર સ્ટારકિડ્‌સની નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ પ્રકારના વર્તનને વ્યાપક રીતે જોવાના બદલે કેટલાક લોકોની માનસિકતા સાથે સરખાવવંય જોઈએ. અલગ-અલગ સમયે ઘણાં લોકોએ તેને ઉતારી પાડવાનો પ્રયાસ કર્યાે છે. હજુ આજે પણ કેટલાક લોકોએ પોતાના પ્રયાસ છોડ્યા નથી. વિક્રાંતનું માનવું છે કે, જીવનમાં આ પ્રકારના લોકો પણ જરૂરી છે.

તેમના કારણે જ પોતાની જાતને સાબિત કરવાની આગ લાગેલી રહે છે. પડકાર આપનારા લોકો જ ના હોય તો બમણા જોરથી કામ કરવાનો ઉત્સાહ આવી શકે નહીં. હકીકતમાં આવા લોકોનો આભાર માનવો જોઈએ. એક્ટર તરીકે પોતાને નાપસંદ કરનારા લોકોના કારણે દુઃખી થવાનું વિક્રાંતને પસંદ નથી. આ પ્રકારની નકારાત્મકતાથી જ આગળ વધી શકાય છે. એક્ટિંગ વખણાય અને ફિલ્મ સારી ચાલે ત્યારે ટીકાકારોને જવાબ મળી જ જાય છે. મોટા ભાગના સ્ટારકિડ્‌સ પોતાના માટે સારા હોવાનું વિક્રાંતે કહ્યું હતું. જો કે પોતાના માટે અણગમો ધરાવનારા કે નિષ્ફળતા જોવા માગતા લોકોના કારણે જ આગળ વધવાનો જુસ્સો જાળવી શકાતો હોવાનું વિક્રાંતે કહ્યું હતું. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.