Western Times News

Gujarati News

‘સમજી વિચારીને બોલો’ : હેટર્સ પર સામંથાનો ગુસ્સો ઠલવાયો

વર્કઆઉટના વીડિયોની ટીકા કરનારને સામંથાનો સણસણતો જવાબ

સામંથા રુથ પ્રભુએ ઈંસ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો મૂક્યો છે, જેમાં એ જિમમાં વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે

મુંબઈ, દક્ષિણ ભારતીય ફિલ્મોની જાણીતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ પોતાના લગ્ન પછીથી ચર્ચામાં રહે છે. કેટલાક દિવસો પહેલા અભિનેત્રી પોતાના વેકેશનમાંથી પરત આવી છે અને આવતા જ સોશ્યલ મીડિયા પર હલચલ મચી હતી. દક્ષિણ ભારતીય સુપરસ્ટાર સામંથા પોતાની શારીરિક ફિટનેસને કારણે ચર્ચામાં રહે છે. સામંથા રુથ પ્રભુએ ઈંસ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો મૂક્યો છે, જેમાં એ જિમમાં વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. પરંતુ આ વીડયોના કેપ્શન સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે. અભિનેત્રી સામંથા પોતાના રંગ-રુપ અંગે ખોટી વાત સાંભળીને ગુસ્સે ભરાઈ ગઈ, પછી તેણે હેટર્સને સંભળાવી
પણ દીધું. ખાસ કરીને એ મેસેજ એ લોકો માટે છે જે સામંથાને ‘પાતળી’ કે ‘બીમાર’ કહે છે.

સામંથાએ જિમમાં કસરત કરતી વખતે પુલઅપનો એક વીડિયો શેર કર્યાે. આ શેર કરતા જ સામંથાએ લોકોને પડકાર ફેંક્યો કે એ તેના શરીર કે તેના સ્વાસ્થ્યની ટીકા કરતા પહેલા ઓછામાં ઓછા ત્રણ પુલઅપ કરે. સામંથાએ લખ્યું કે, ‘આ વાત છે. તમે મને દુબળી, બીમાર કે આવું કશુંય કહી શકો નહીં, જ્યાં સુધી તમે ત્રણ પુલઅપ પહેલા કરી લો નહીં. જો તમે આમ કરી શકો નહીં… તો લાઈનોની વચ્ચેમાં વાંચો અને સમજી વિચારીને બોલો.’આ પહેલીવર નથી, જ્યારે સામંથાએ પોતાના વજન કે લુક પર ટિપ્પણીઓનો જવાબ આપવો પડ્યો છે. ગત વર્ષે નવેમ્બરમાં પણ અભિનેત્રીએ એક સોશ્યલ મીડિયા પોસ્ટનો જવાબ આપ્યો હતો, જેમાં સામંથાને વજન વધારવા અને બલ્કઅપ કરવા કહેવામાં આવ્યું હતું.

ત્યારે પણ સામંથાએ લખ્યું હતું કે, તમને લોકોને ખબર હોવી જોઈએ, હું એક સખત એન્ટી-ઈન્ફલેમેટરી ડાઇટ લઈ રહી છું જે મારી સ્થિતિ માટે જરુરી છે, જે મને વજન રોકવથી રોકે છે. એક નિશ્ચિત વજન મર્યાદમાં રાખે છે જે મારી સ્થિતિને યોગ્ય કરે છે. સાથે જ સામંથાએ લોકોને પોતાને જજ નહી કરવા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ૨૦૨૧માં અભિનેત્રી સામંથાએ નાગા ચૈતન્યથી છૂટાછેડા લીધા હતા. ૨૦૨૪માં સામંથાએ વિજય દેવરકોંડાની સાથે શિવ નિર્માણના રોમેન્ટિક ડ્રામા ‘કુશી’માં અભિયન કર્યાે હતો. સામંથા તાજેતરમાં શુભમની સાથે પ્રોડ્યુસર બની છે. એ જલદી જ ‘માં ઇંતિ બંગારામ’માં જોવા મળશે, જે એ ખુદ પ્રોડ્યુસ કરી રહી છે અને નેટફ્લિક્સની ‘રક્ત બ્રહ્માંડઃ ધ બ્લડી કિંગડમ’માં જોવા મળશે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.