‘૧૨૦ બહાદુર’ ફિલ્મમાં ચીનના ૧૨૦૦ સૈનિકોની પરાજયની સ્ટોરી જોવા મળશે

ભારતીય ફિલ્મોમાં પાકિસ્તાનના પરાજય સ્ટોરી અનેક જોઈ, હવે ચીનને ધૂળ ચટાડ્યાની સ્ટોરી જોવા મળશે
મુંબઈ,ભારત અને પાકિસ્તાનની વચ્ચે થયેલા યુદ્ધ અને ટકરાવ પર બનેલી ફિલ્મો દર્શકોએ ખૂબ જોઈ છે. ‘બોર્ડર’થી લઈને ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’ જેવી ફિલ્મોમાં ભારતીય સૈનિકોની શૂરવીરતા જોવા મળી છે. હવે ભારતીય સૈન્યના બહાદૂર સૈનિકોની એક બહાદુરની સ્ટોરી જલદી જ સિનેમાના પડદા પર જોવા મળશે. આ સ્ટોરીમાં ભારતના ફક્ત ૧૨૦ સૈનિકોએ ચીનના ૧૨૦૦ સૈન્ય જવાનોને એવી ધૂળ ચટાડી હતી કે તેની સ્ટોરી આજે પણ સાંભળવા મળે છે. હવે તેના પર ફિલ્મ બની રહી છે, જેનું નામ છે – ‘૧૨૦ બહાદુર’. જે આવનાર સમયમાં રિલીજ થશે.
આ ફિલ્મને ફરહાન અખ્તર બનાવી રહ્યા છે. અદ્ધૂત સાહસના પ્રતીક બનવા પહેલા, રેજાંગ લા લદ્દાખના પૂર્વ ક્ષેત્રમાં ચુશૂલ ગામની પાસે એક દુર્ગમ પર્વતીય ઘાટ હતો. દરિયાઇ સપાટીથી લગભગ ૧૮૦૦૦ ફૂટની ઊંચાઈ પર સ્થિત, આ બરફવાળો વિસ્તાર ભારતીય સૈન્યના ઇતિહાસનું શૂરવીરતાનું પ્રતીક બની ગયો છે. અહીં ૧૩ કુમાઉ બટાલિયનની ચાર્લી કંપની હતી. નવેમ્બર ૧૯૬૨માં ચાર્લી કંપનીના ૧૨૦ સૈનિક ચુશૂલ સેક્ટરની સુરક્ષા માટે ઉચ્ચ ઊંચાઈવાળા ચોકી પર તૈનાત હતા. ઠંડી હવાઓ, દુર્ગમ વિસ્તાર અને વધી રહેલા દણાણનો સામનો કરીને, એ આગળ વધીને શત્›ની સામે ટકી રહ્યા, કોઈ પણ કિમત પર લાઈનને પકડવા માટે દૃઢ સંકલ્પિત હતા.
મેજર શૈતાનસિંહ ભાટીના નેતૃત્વમાં ચાર્લી કંપનીના ૧૨૦ જવાનોએ ૧૮ નવેમ્બર ૧૯૬૨ની રાત્રે ૧૨૦૦થી વધુ ચીની સૈનિકોની સામે લડાઈમાં મહાન સાહસનો પરિચય આપ્યો. તેમણે રેજાંગ લામાં પોતાની ચોકીથી સતત હુમલાઓને પાછલ ધકેલી દીધા. મેજર શૈતાન સિંહ બાટી જેમણે ભૂમિદળની બટાલિયનનું નેતૃત્વ કર્યું અને ચીનની સેનાથી ચુશૂલ હવાઈ ક્ષેત્રની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું. જેમને મરણોત્તર ભારતના સર્વાેચ્ચ સૈન્ય સન્માન પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા.ફરહાન અખ્તર ‘૧૨૦ બહાદુર’ના દિગ્દર્શક છે.
આ યુદ્ધની વીરતાએ આવી કેટલીયે કથા છોડી દીધી છે જે સૈન્ય સંસ્થાઓ અને ઇતિહાસના પુસ્તકોમાં ધ્વનિત થતી રહી છે. ચાર્લી કંપની બલિદાનનું પ્રતીક બની ગઈ અને એ યાદ અપાવે છે કે કેવી રીતે મુઠ્ઠીભર બહાદુર દિલોએ આખા યુદ્ધની વાર્તા ફરીથી લખી નાંખી. હવે તેમની અસાધારણ કથા ‘૧૨૦ બહાદુર’ ફિલ્મમાં જોવા મળશે. જેમાં ફરહાન અખ્તર મેજર શૈતાનસિંહ ભાટી પીવીસીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ૨૧મી નવેમ્બર ૨૦૨૫એ થિએટરોમાં રિલીજ થવાની છે. ss1