Western Times News

Gujarati News

કેટરિના એક્ટિંગની સલાહ આપે છે, પરંતુ તેને સલાહ લેવી નથી ગમતીઃ વિકી કૌશલ

કેટરિના છેલ્લે ૨૦૨૪માં ફિલ્મ મેરી ક્રિસમસમાં ઓન-સ્ક્રીન દેખાઇ હતી

કેટરિના કૈફ તેના કામ વિશે પ્રામાણિક અને સ્પષ્ટ પ્રતિભાવ આપતી હોવાની એક્ટરની કેફિયત

મુંબઈ,પત્ની અને એક્ટ્રેસ કેટરિના કૈફ તેના એક્ટિંગ અને કામ વિશે સ્પષ્ટ પ્રતિભાવ આપે છે અને સાચું મૂલ્યાંકન કરે છે. તે ફીડબેક આપવામાં કોઇ જ શેહ-શરમ રાખતી નથી તેમ એક્ટર વિકી કૌશલનું કહેવું છે. જોકે સામે તેને એવું પણ કહ્યું છે કે કેટરિનાને પાછી આવી સલાહ લેવી ગમતી નથી. તેની આ કેફિયત અંગે સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિભાવો મળ્યા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તાજેતરમાં જ એક્ટર તરીકે ૧૦ વર્ષ પૂરા કરનાર વિકીએ તાજેતરમાં કરીના કપૂર સાથે એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. કરીનાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ૨૫ વર્ષ પૂરા કર્યા છે.

વાતચીત દરમિયાન, વિકીએ જણાવ્યું કે તેની પત્ની અને સાથી અભિનેત્રી કેટરિના કૈફ તેના કામ પ્રત્યે સ્પષ્ટ પ્રતિભાવ આપે છે, જે તેને ખૂબ ગમે છે. “તે ખૂબ જ પ્રામાણિક છે. કામ કેવું છે તે કહી જ દે છે. જોકે કેટલીક વખત તે થોડીક સાવચેતી પણ રાખે છે કેમ કે તે જાણે છે કે આ તમામ બાબતોમાં મહેનત ઘણી હોય છે. તમારે આવી બાબતોમાં સંવેદનશીલ થવું પડે અને હું તેમ તે કેટલીક વખત સંવેદનશીલ હોય છે. પરંતુ મોટાભાગે તે સ્પષ્ટ પ્રતિભાવ આપવામાં જ માને છે. આ ખરાબ છે, આ સાચું છે તેમ કહે છે અને તમે ઘણું સારું કરી શક્યા હોત તેવું પણ કહી દે છે.

આ બોલતી વખતે કરીના વચ્ચે પડે છે અને કહે છે કે તે ઇચ્છે છે કે તેના પતિ અભિનેતા સૈફ અલી ખાન પણ કામ વિશે પ્રામાણિક પ્રતિભાવ આપવા માટે આટલા જ મુક્ત રહે. પછી વિકી તેને અટકાવે છે અને કહે છે કે કેટરિનાને સલાહ લેવી ગમતી નથી.સોશિયલ મીડિયા યૂઝર્સે વિકીના ઇન્ટરવ્યૂ સાંભળીને હસ્યા અને અનેક પ્રતિભાવો આપ્યા હતા.

એક જણાએ કહ્યું કે ભાઇ, કેટરિના નકારાત્મક ફીડબેક અંગે અત્યંત સંવેદનશીલ હોય છે. તે ળેન્ડ ગ્›પમાં એવી વ્યક્તિ છે જે મજાક કરી શકે છે પણ પોતે સહન કરી શકતી નથી અને જો તમે તેમના વિશે કંઈક કહો તો ગુસ્સે થઈ જાય છે. તાજેતરમાં વિકી કૌશલની ‘છાવા’ ફિલ્મ બ્લોકબસ્ટર રહી છે અને તેણે વિશ્વભરમાં રૂ. ૮૦૦ કરોડથી વધુની કમાણી કરી છે. તેની એક્ટિંગની ક્રિટિક્સે વખાણ કર્યા છે. કેટરિના છેલ્લે ૨૦૨૪માં ફિલ્મ મેરી ક્રિસમસમાં ઓન-સ્ક્રીન દેખાઇ હતી. ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.