Western Times News

Gujarati News

‘પાકિસ્તાનમાં મારા સારા મિત્રો છે, કોઈ મને રોકી નહીં શકે’ : નસીરુદ્દીન શાહ

દિલજીતના સમર્થનમાં નસીરુદ્દીન શાહની ટિપ્પણી

દિલજીત દોસાંઝ અને પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિરની ફિલ્મ સરદાર જી ૩ ભારતમાં રિલીઝ નથી થઈ શકી

મુંબઈ,દિલજીત દોસાંઝ અને પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિરની ફિલ્મ સરદાર જી ૩ ભારતમાં રિલીઝ નથી થઈ શકી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક સંગઠનોએ આ ફિલ્મને ભારતમાં રિલીઝ કરવા પર પ્રતિબંધ કરવાની માંગ કરી હતી. કેટલાક કલાકારોએ દિલજીતનો વિરોધ કર્યાે હતો, તો જાવેદ અખ્તર અને ઈમ્તિયાઝ અલી સહિત કેટલાક સેલેબ્સે દિલજીતને સપોર્ટ કર્યાે છે. હવે તેને સપોર્ટ કરનારાના લીસ્ટમાં એક બીજુ નામ જોડાયું છે. આ એક્ટરનું નામ છે નસીરુદ્દીન શાહ. તેમણે દિલજીતને ખુલ્લેઆમ ટેકો આપ્યો છે એટલું જ નહીં ફિલ્મનો વિરોધ કરનારા લોકોને ગુંડા કહ્યા છે.

નસીરુદ્દીન શાહએ દિલજીતને સપોર્ટ કરતાં તેમના ફેસબુક પેજ પર લખ્યું છે કે, ‘હું મજબૂત રીતે દિલજીતની સાથે ઉભો છું. જુમલા પાર્ટીવાળા ગંદી ચાલથી દિલજીત દોસાંઝ પર હુમલો કરવાની તક શોધી રહ્યા છે. તેમને લાગે છે કે, આખરે અમને તક મળી ગઈ છે. ફિલ્મના કાસ્ટિંગ માટે તે જવાબદાર નથી, દિગ્દર્શક જવાબદાર છે, પરંતુ કોઈને ખબર નથી કે દિગ્દર્શક કોણ છે…’નસરુદ્દીન શાહે આગળ કહ્યું કે, ‘જ્યારે દિલજીતને આખી દુનિયા ઓળખે છે અને તે કાસ્ટિંગ માટે રાજી થઈ ગયો. કારણ કે, તેના મગજમાં ઝેર નથી ભરેલું. આ ગુંડાઓ ઈચ્છે છે, કે ભારત અને પાકિસ્તાનના લોકોની વચ્ચે વ્યક્તિગત સંબંધોનો અંત આવે. ત્યાં મારા નજીકના સંબંધીઓ અને કેટલાક ખાસ મિત્રો પણ છે અને મને તેમને મળવા જવા પર કે પ્રેમ મોકલવા માટે કોઈ રોકી નહી શકે.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.