ગુજરાત ફૂટબોલ એસોસિયેશનના અધ્યક્ષ તરીકે પરિમલ નથવાણીની પુનઃવરણી કરાઈ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં મળેલી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (જી.એસ.એફ.એ.)ની ૪૭મી વાર્ષિક સાધારણ સભા (એ.જી.એમ.)માં સંસ્થાના વર્તમાન અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીની ચાર વર્ષના સમયગાળા માટે અધ્યક્ષ તરીકે પુનઃવરણી કરવામાં આવી હતી.
મૂળરાજસિંહ ચુડાસમાની માનદ મહામંત્રી તરીકે તેમજ પ્રદીપસિંહ વાઘેલા, જિગ્નેશ પાટીલ, અરુણસિંહ રાજપૂત તથા ગુણવંતભાઈ ડેલાવાલાની ઉપાધ્યક્ષ તરીકે પુનઃવરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત સંદીપ દેસાઈની વરણી હનીફ જીનવાલાની જગ્યાએ ઉપાધ્યક્ષ તરીકે કરવામાં આવી હતી,
જ્યારે અંકિત પટેલની વરણી માનદ્ ખજાનચી તરીકે કરવામાં આવી હતી. વાર્ષિક સાધારણ સભામાં, ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા જિલ્લા એસોસિએશન તથા વ્યક્તિઓને જી.એસ.એફ.એ. એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એ.આઇ.એફ.એફ.)ની તર્જ પર શરૂ કરાયા છે.
આ પ્રસંગે જી.એસ.એફ.એ.ના અધ્યક્ષ, રાજ્યસભાના સાંસદ અને આર.આઇ.એલ.ના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ), પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં ફૂટબોલને સુલભ અને સાતત્યપૂર્ણ બનાવવાનું અમારું વિઝન અમારા પ્રયાસોને સતત માર્ગદર્શન પૂરું પાડે છે.
Parimal Nathwani tweet on X : I am thankful to the members of Gujarat State Football Association (GSFA) for putting faith in me and re-electing as the president of the association at the Executive Committee Meeting and the 47th Annual General Meeting today. Gujarat is witnessing gradual growth and development of football.
Awards and incentives to the best performing districts, clubs, referees, players, coaches were presented. We all at the GSFA are committed to nurturing talent and building sports temperament for our youth. In a moment of respect, we observed a 2-minute’s silence to pay tribute to the victims of the recent tragic airplane crash incident at Ahmedabad and former Chief Minister of Gujarat, Shri Vijay Rupani. Looking forward to an impactful year ahead for GSFA!