Western Times News

Gujarati News

છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલી મહિલાને જામીન ન મળ્યા

પ્રતિકાત્મક

પોરબંદર, પોરબંદરમાં ર૪ લોકોને ઓસ્ટ્રીયા મોકલવાની લાલચ આપી ૯૮ લાખ રૂપિયાની છેતરપીંડીના ગુનામાં પોલીસે રાજકોટના મિતલબેન વિનયકુમાર સુરજીવાલા નામનીમહિલાની ધરપકડ કરીને જેલ હવાલે કરતા જેલમાંથી તેણે જામીન પર છૂટવા માટે અરજીકરી હતી.

જેલ હવાલે થયેલા આરોપીઓ પૈકી આ કામના મહિલા આરોપી મિતલબેને પોતે આ કામમાં નિર્દોષ હોવાનું જણાવી જામીન ઉપર મુકત થવા માટે સેસન્સ કોર્ટમાં જામીન અરજીકરેલી હતી.

આરોપીની અરજી સામે એડીશ્નલ પબ્લિક પ્રોસીકયુટર અનિલ. જે. લીલા દ્વારા વિરોધ કરી જણાવ્યું કે, ગરીબ અને નાના વર્ગના ફરિયાદી સહિતના આશરે ર૪ જેટલા ભોગ બનનારાઓને વિશ્વાસમાં લઈ આશરે રૂ.૯૮,૧૩,૬૬૬ની રકમ મેળવી લઈ ફરિયાદી તથા ભોગ બનનારાઓને વિદેશ નહી મોકલીને તેઓ સાથે છેતરપિંડી આચરેલી હોય અને

આ રીતે સમાજમાં હાલમાં આ પ્રકારનો ગુનાઓનો વ્યાપ વધેલ હોય જામીન ઉપર મુકત કરવામાં આવશે તો આ પ્રકારની છેતરપીંડી કરનારા ઈસમોને પ્રોત્સાહન મળશે જે દલીલના આધારે સેકન્ડ એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ પી.એચ. શર્મા દ્વારા આરોપી મિતલબેન વિનોદકુમાર સુરજીવાલાની જામીન અરજી નામંજુર કરતો હુકમ આપવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.