અમેરિકામાં ઇસ્કોન મંદિર પર હુમલો, ૨૦થી ૩૦ રાઉન્ડ ફાયરિંગ કરાયું

સ્પેનિશ ફોર્ડ, અમેરિકાના ઉટાહ રાજ્યના સ્પેનિશ ફોર્ડમાં ઇસ્કોન શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિર પર હુમલો કરાયો હતો. હુમલાખોરોએ મંદિરને ટાર્ગેટ કરીને ૨૦થી ૩૦ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેનાથી મંદિરને નુકસાન થયું છે.
જોકે કોઇ જાનહાનિનના અહેવાલ મળ્યાં ન હતાં. સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતના કોન્સ્યુલેટ જનરલે આ હુમલાની આકરી નિંદા કરીને ઝડપથી કાર્યવાહી કરવા અમેરિકાના સત્તાવાળાને અનુરોધ કર્યાે હતો. કોન્સ્યુલેટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે ઇસ્કોન શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિરમાં થયેલી ગોળીબારની ઘટનાની સખત નિંદા કરીએ છીએ.
કોન્સ્યુલેટ તમામ ભક્તો અને સમુદાયને સંપૂર્ણ સમર્થન આપે છે અને સ્થાનિક અધિકારીઓને ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરે છે. આ મંદિર પર છેલ્લા ઘણા દિવસોમાં વારંવાર હુમલાં થયા છે.
મંદિરની ઇમારત અને આસપાસના મેદાનો પર ૨૦ થી ૩૦ રાઉન્ડ ગોળીઓ ચલાવાઈ છે.ઇસ્કોને સોશિયલ મીડિયા પર ફાયરિંગની ઘટનાઓને પુષ્ટિ આપી હતી અને આ ઘટનાઓને નફરતના ગુનાઓ તરીકે વર્ણવી હતી. ભક્તો અને મહેમાનો મંદર પરિસરમાં હતાં ત્યારે રાત્રિના સમયે ફાયરિંગની ઘટના બની હતી આ ઘટનાઓને કારણે મંદિરના હાથથી કોતરેલા કમાનો સહિત હજારો ડોલરનું માળખાકીય નુકસાન થયું છે.SS1MS