Western Times News

Gujarati News

‘આઈ લવ યુ’ કહેવું એ જાતીય સતામણી નથીઃ બોમ્બે હાઇકોર્ટ

મુંબઈ, કિશોરીની છેડતી કરનારા ૩૫ વર્ષીય આરોપીને નિર્દાેષ જાહેર કરતાં બોમ્બે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠે જણાવ્યું હતું કે ‘આઈ લવ યુ’ કહેવું એ ફક્ત લાગણીઓની અભિવ્યક્તિ છે અને તેમાં કોઇ ‘જાતીય ઇરાદા’ નથી.

કોઈપણ જાતીય કૃત્યમાં અયોગ્ય સ્પર્શ, બળજબરીથી કપડાં ઉતારવા, અભદ્ર હાવભાવ કરવા અથવા મહિલાના શાલીનતાનું અપમાન કરવાના ઈરાદાથી કરવામાં આવેલી ટિપ્પણીનો સમાવેશ થાય છે. ન્યાયાધીશ ઉર્મિલા જોશી-ફાળકેની ખંડપીઠે સોમવારે આપેલા આદેશમાં આ અવલોકન કર્યાં હતાં. કોર્ટે ૨૦૧૫માં એક કિશોરીની છેડતી કરવાના આરોપી ૩૫ વર્ષીય પુરુષને નિર્દાેષ પણ જાહેર કર્યાે હતો.

ફરિયાદ મુજબ આ વ્યક્તિએ નાગપુરમાં ૧૭ વર્ષીય પીડિતાનો બળજબરીથી હાથ પકડીને ‘આઈ લવ યુ’ કહ્યું હતું. નાગપુરની એક સેશન્સ કોર્ટે ૨૦૧૭માં તેને ભારતીય દંડ સંહિતા અને જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ ધારાની સંબંધિત કલમો હેઠળ દોષિત ઠેરવ્યો હતો અને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી.

હાઈકોર્ટે આ વ્યક્તિની સજા રદ કરીને નોંધ્યું હતું કે એવી કોઈ પરિસ્થિતિ નથી કે જે દર્શાવે કે તેનો વાસ્તવિક હેતુ પીડિતા સાથે જાતીય સંપર્ક સ્થાપિત કરવાનો હતો. ‘હું તને પ્રેમ કરું છું’ જેવા શબ્દો પોતે જ કાયદા હેઠળ જાતીય ઇરાદા ગણાતા નથી. ‘આઈ લવ યુ’ કહેવા પાછળનો ખરો હેતુ સેક્સ માટેનો હતો તે સૂચવવા માટે કંઈક વધુ હોવું જોઈએ.

ફરિયાદ પક્ષનો કેસ એ છે કે છોકરી જ્યારે શાળાએથી ઘરે પાછી ફરી રહી હતી ત્યારે તે પુરુષે તેનો હાથ પકડ્યો, તેનું નામ પૂછ્યું અને આઈ લવ યુ કહ્યું. છોકરી ઘટનાસ્થળથી નીકળીને ઘરે ગઈ અને તેના પિતાને ઘટના વિશે જણાવ્યું, જેના આધારે હ્લૈંઇ દાખલ કરાઈ હતી. હાઈકોર્ટે જણાવ્યું હતું કે આ કેસ છેડતી અથવા જાતીય સતામણીના દાયરામાં આવતો નથી.

કોઈપણ જાતીય કૃત્યમાં અયોગ્ય સ્પર્શ, બળજબરીથી કપડાં ઉતારવા, અભદ્ર હાવભાવ અથવા મહિલાની શાલીનતાનું અપમાન કરવાના ઈરાદાથી કરવામાં આવેલી ટિપ્પણીનો સમાવેશ થાય છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે હાલના કેસમાં એવો કોઈ પુરાવો નથી કે જે દર્શાવે છે કે આરોપીએ જાતીય ઇરાદાથી ‘આઈ લવ યુ’ કહ્યું હતું. જો કોઈ કહે કે તે બીજા કોઈ વ્યક્તિ સાથે પ્રેમમાં છે અથવા પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે તો તે પોતે કોઈ પ્રકારનો જાતીય ઇરાદો દર્શાવતો ઇરાદો નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.