૮૩૫ કરોડના ખર્ચે બનતી રામાયણની ઝલક ૨ દિવસ પછી જોવા મળશે

મુંબઈ, ચાહકો નિતેશ તિવારીની મેગા બજેટની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રામાયણ’ ની એક ઝલક જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, ૮૩૫ કરોડની આ ફિલ્મ અંગે એક મોટી અપડેટ આવી છે.
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મનો ફર્સ્ટ લુક અથવા લોગો બે દિવસ પછી શેર કરવામાં આવશે.નિર્માતાઓ ૩ જુલાઈ, ૨૦૨૫ ના રોજ આ ફિલ્મનો લોગો અથવા ફર્સ્ટ લુક અનાવરણ કરશે.
જોકે, તેના વિશે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ ફિલ્મનું ટીઝર ૩ મિનિટ લાંબુ છે જે તૈયાર છે. પરંતુ નિર્માતાઓ તેને ટૂંક સમયમાં રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા નથી કારણ કે ફિલ્મ હજુ થિયેટરોમાં પહોંચવાથી ઘણી દૂર છે.નીતેશ તિવારીની ‘રામાયણ’ ફિલ્મમાં રણબીર કપૂર, સાઈ પલ્લવી, યશ સન્ની દેઓલ, રવિ દુબે, લારા દત્તા અને રકુલ પ્રીત જેવા મજબૂત સ્ટાર્સ છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ બે ભાગમાં આવશે. પહેલો ભાગ ૨૦૨૬માં દિવાળી પર આવશે અને બીજો ભાગ ૨૦૨૭માં આવશે. ફિલ્મના પહેલા ભાગમાં સીતાનું અપહરણ બતાવવામાં આવશે.
જોકે, આ વાતની પણ હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.ગયા વર્ષે, આ ફિલ્મના નિર્માતા નમિત મલ્હાત્રાએ કહ્યું હતું કે ‘મેં એક દાયકા પહેલા આ મહાકાવ્યને મોટા પડદા પર લાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જેણે ૫૦૦૦ વર્ષથી વધુ સમયથી અબજો હૃદય પર રાજ કર્યું છે.
આજે તેને આકાર લેતા જોઈને હું ખૂબ ખુશ છું. આ મહાન મહાકાવ્ય જોવા માટે તૈયાર રહો. ભાગ ૧ દિવાળી ૨૦૨૬ અને ભાગ ૨ દિવાળી ૨૦૨૭. આ ઉપરાંત નમિતે ફિલ્મનું પોસ્ટર પણ શેર કર્યું. જેમાં વચ્ચે એક તીર જોવા મળ્યું. જેમાં ‘નમિત મલ્હાત્રા રામાયણ’ લખ્યું હતું.SS1MS