Western Times News

Gujarati News

વિધાનસભા કેમ્પસમાં કાચની બોટલમાં ‘સખી નીર’ના બ્રાન્ડનું પીવાનું પાણી આપવામાં આવશે

Gandhinagar, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે નર્મદા એકતા મહિલા મંડળ દ્વારા સંચાલિત ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસીલીટીનો વન-પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા રાજ્ય મંત્રીશ્રીઓ શ્રી મુકેશભાઈ પટેલ અને શ્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં સચિવાલય કેમ્પસ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે પ્લાન્ટની સંચાલક સખી મંડળની બહેનો અને ટેકનોલોજી ડેવલપર સ્ટાર્ટ-અપ્સ સાથે સંવાદ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્લાસ્ટિકના ન્યૂનતમ ઉપયોગ માટેના વિઝનને સાકાર કરવાની નેમ સાથે સચિવાલય અને વિધાનસભા કેમ્પસમાં હવે પ્લાસ્ટિક બોટલને બદલે કાચની બોટલમાં ‘સખી નીર’ના બ્રાન્ડ નેમથી પીવાનું પાણી આપવામાં આવશે. મુખ્યમંત્રીશ્રીએ પર્યાવરણલક્ષી પ્રકલ્પના શુભારંભના આ અવસરે કાચની બોટલના પરિવહન માટેની ઈ-રિક્ષાને પણ ફ્લેગ-ઓફ કરાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.