ગુનેગાર અમેરિકનોનો દેશનિકાલ, યુએસ પ્રમુખ ટ્રમ્પનું નવું ‘મિશન’

ફ્લોરિડા, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગંભીર ગુનામાં સંડોવાયેલા અમેરિકન નાગરિકોનો દેશનિકાલ કરશે. ટ્રમ્પે ફ્લોરિડા એવરગ્લેડ્સ ખાતે નવા માઈગ્રન્ટ ડિટેન્શન સેન્ટરની મુલાકાત વખતે આ નવા ‘મિશન’ અંગે માહિતી આપી હતી.
હવે તેમનું તંત્ર આ મુદ્દે કાયદાકીય અવરોધોને પહોંચી વળવાનો રસ્તો ચકાસશે. ટ્રમ્પે અગાઉ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ પર કોરડો વિંઝતા દેશનિકાલની પ્રક્રિયાને ઝડપી બનાવી હતી. ફ્લોરિડાના નવા માઈગ્રન્ટ ડિટેન્શન સેન્ટરમાં આશરે પાંચ હજાર લોકોને રાખવાની વ્યવસ્થા છે.
જે લોકો સ્વેચ્છાએ ડીપોર્ટેશન નહીં સ્વીકારે તેમને અહીં રાખવામાં આવશે અને તેમની વિરુદ્ધ ખટલો ચલાવાશે તેમ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીઝે (ડીએચએસએ) જણાવ્યું હતું. કાયદા નિષ્ણાતોના મતે ટ્રમ્પ તંત્ર સામે ગુનેગાર અમેરિકન્સને ડીપોર્ટ કરવાની પ્રક્રિયામાં સૌથી મોટો પડકાર બંધારણના ઉલ્લંઘનનો રહેશે.
ટ્રમ્પે ફ્લોરિડા ખાતે જણાવ્યું કે, કેટલાક ઈમિગ્રન્ટ્સ હવે યુએસના નાગરિક છે જેમના દ્વારા ગંભીર ગુનાઓ આચરવામાં આવ્યા છે. દેશ માટે આ લોકો નવા નથી, જૂના છે. કેટલાક લોકોનો જન્મ પણ અમેરિકામા જ થયો છે.
મને લાગે છે કે, જો તમે સત્ય જાણવા માંગો છો તો હવે આ લોકોને દેશમાંથી બહાર ખદેડવા પડશે. મારી સરકારનું આ આગામી સૌથી મોટું કામ હશે. આ માટેના કાયદાકીય પાસાઓથી હું અજાણ છું. જો કાયદાકીય અધિકાર હશે તો મારે ભગ્ન હ્રદય સાથે આ કામ કરવું પડશે તેમ ટ્રમ્પે જણાવ્યું હતું.
તાજેતરમાં જ ટ્રમ્પે નિયુક્ત કરેલા સહાયક એટર્ની જનરલ બ્રેટ શુમેટે અમેરિકાના વકીલોને ટ્રમ્પ વહીવટી તંત્રની નીતિઓને અનુરૂપ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સની નાગરિકતા રદ કરવાના વધુ કેસો લેવા મેમો જાહેર કર્યાે હતો. આમાં ટોર્ચર, વોર ક્રાઈમ, માનવ તસ્કરી અને માનવાધિકારોના ઉલ્લંઘનના ગુનાઓ પ્રમુખતા અપાઈ છે.
કાયદા નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારી છે કે, યુએસમાં કુદરતી જન્મેલા અથવા નાગરિકતા મેળવેલા વ્યક્તિને માત્ર ગુનાહિત પ્રવૃત્તિને આધારે ડીપોર્ટ કરવો બંધારણના આઠમાં સુધારાનું ઉલ્લંઘન ગણાશે. યુનિવર્સિટી ઓફ વર્જિનિયાના કાયદાના પ્રોફએસર અમાન્ડા ળોસ્ટના મતે, ચોક્કસ પ્રકારના ગુના હેઠળ જ કુદરતી નાગરિકના ડીપોર્ટેશનનો અધિકાર બંધારણ આપે છે. જેમાં નાગરિકતા મેળવવામાં ળોડ અથવા દેશદ્રોહના ગુનાનો સમાવેશ થાય છે.SS1MS