Western Times News

Gujarati News

ક્લાસિક કાસ્ટ સાથે ‘ધ ડેવિલ વેર્સ પ્રાડા ૨’નું કામ ચાલુ

મુંબઈ, ‘ધ ડેવિલ વેર્સ પ્રાડા’નામ સંભળાતાંની સાથે એન હેથવે અને મેરિલ સ્ટ્રીપ નજર સામે આવે છે, આ ફિલ્મ આવી તેને લગભગ ૨૦ વર્ષ જેટલો સમય વિતી ગયો છે. છેલ્લાં કેટલાંક વખતથી આ ફિલ્મની સિક્વલ અંગે ચર્ચાઓ થતી હતી, તો ક્યારેક તેની પહેલી કાસ્ટમાંથી અમુક કલાકારો આ ફિલ્મમાં નહીં જોડાઈ શકે એવી પણ ચર્ચાઓ હતી.

ત્યારે હવે અંતે આ ફિલ્મની સિક્વલનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ડિઝનીના ટ્‌વેન્ટીએથ સેન્ચુરી સ્ટુડિયોઝ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર આ અંગે જાહેરાત કરવામાં આવી છે.

ખુશીની વાત એ છે કે એમાં જુની ફિલ્મમાંથી મેરિલ સ્ટ્રીપ, એન હેથવે, એમિલિ બ્લન્ટ અને સ્ટેનલી ટુશી હશે જ. આ ફિલ્મ અંગેના કેટલાંક અહેવાલો અનુસાર સુત્રો દ્વારા એવી માહિતી મળી છે કે, આ ફિલ્મમાં એન્ડી એટલે કે એન હેથવેના બોય ળેન્ડનું પાત્ર કરતો નેટ કૂપર, જે એડ્રિઅન ગ્રીનર દ્વારા કરવામાં આવ્યું હતું, તે સિક્વલમાં નહીં હોય. પહેલી ફિલ્મના અંતે નેટ અને એન્ડી વચ્ચે સમાધાન તો થઈ ગયું હતું, એન્ડીએ કહ્યું હતું કે તે નેટ સાથે રહેશે અને નેટ બોસ્ટન જઈ રહ્યો હતો, કોઈ એક રેસ્ટોરન્ટના શેફ તરીકે. સિક્વલમાં એન હેથવે, મેરિલ સ્ટ્રીપ, એમિલિ બ્લન્ટ, સ્ટેનલી ટુશી ઉપરાંત ડિરેક્ટર ડેવિડ ફ્રેંકેલ અને પ્રોડ્યુસર વેન્ડી ફાનરમેન પણ યથાવત રહ્યા છે.

તે ઉપરાંત નવી ફિલ્મમાં કેનિથ બ્રેને પણ જોડાશે. સિક્વલમાં તે મિરાન્ડા પ્રિસ્ટલીના પતિના રોલમાં જોવા મળશે. પહેલા ભાગમાં એક મહત્વનો સીન હતો, જ્યાં તેણે કહ્યું હતું કે તેના ત્રીજા પતિએ તેની સામે ડિવોર્સનો કેસ કર્યાે છે.

આ એક માત્ર એવો સીન હતો, જેમાં મિરાન્ડા એન્ડી સામે ઢીલી પડે છે અને પોતાનું ખરું વ્યક્તિત્વ જાહેર કરી દે છે, બાકી દરેક સીનમાં તે એક બેદિલ અને લાગણીહીન વ્યક્તિ દેખાય છે. મેરિલ સ્ટ્રિપે મિરાન્ડા પ્રિસ્ટલીનો રોલ કર્યાે હતો.

જે રન વે મેગેઝીનની એક અભિમાની અને વગદાર એડિટર ઇન ચીફ છે.ફિલ્મના અંતે એન્ડી આ મેગેઝીનની જોબ છોડી દેવાનો નિર્ણય લે છે અને પૅરિસ વીકમાંથી લાવેલાં પોતાનાં બધાં જ ડ્રેસ એમિલીને આપી દે છે.

આ ફિલ્મ ૨૦૦૩ની લોરેન વેઇસ્બર્જરની નવલકથા પરથી બની હતી, જેનો એક ફેશન મેગેઝીનમાં કામ કરવાનો અનુભવ એક ખરાબ સપના જેવો બની જાય છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સફળ થઈ હતી અને વર્લ્ડવાઇડ ૩૨૬.૭ મિલિયન ડોલરની કમાણી કરી હતી. આ ફિલ્મ માટે મેરિલ સ્ટ્રીને ગોલ્ડ ગ્લોબ એવોર્ડ અને ઓસ્કાર નોમિનેશન પણ મળ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.