Western Times News

Gujarati News

‘બોર્ડર ૨’માં હાજરી કન્ફર્મ કરવા દિલજીતે વીડિયો દર્શાવ્યો

મુંબઈ, જ્યારથી દિલજિત દોસાંજની ‘સરદાર ૩’ આંતરરાષ્ટ્રિય સ્તરે રિલીઝ થઈ અને ભારતમાં તેની રિલીઝ અટકાવી દેવાઈ ત્યારથી આ ફિલ્મના કારણે વિવાદ થયો છે. તેમાં ખાસ તો દિલજિત અને તેની દેશભક્તિ અંગે પણ સોશિયલ મીડિયા પર ઘણા સવાલ ઉઠ્યા છે.

આગળ જ્યારે ફિલ્મ આર્ટિસ્ટની એક સમિતિએ માત્ર તેનો વિરોધ જ નહીં પણ પાકિસ્તાની એક્ટ્રેસ સાથે કામ કરવા બદલ દિલજિત પર પ્રતિબંધ મુકવાની પણ માગ કરી હતી.તેના પર પ્રતિબંધની માગણી અને વિરોધના પગલે ‘બોર્ડર ૨’ જેવી સેના આધારીત અને દેશભક્તિની ફિલ્મમાંથી દિલજિતને કાઢવાની પણ વાત હતી.

આથી પણ આગળ વધીને એવી ચર્ચા શરુ થઈ ગઈ હતી કે દિલજિતને આ ફિલ્મમાંથી કાઢીને હવે તેના બદલે એમી વિર્કને લેવાયો છે. પરંતુ હવે દિલજિતે માત્ર એક જ સોશિયલ મીડિયા પોસ્ટથી આ બધી ચર્ચાઓને અફવા સાબિત કરી દીધી છે. આ પંજાબી ગાયક અને અભિનેતા દિલજિતે પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યાે છે, જેમાં તેને ફિલ્મમાંથી કાઢ્યો હોવાની બધી જ વાત ખોટી સાબિત થઈ.

તેણે ઇન્સ્ટાગ્રામ પર ઇન્ડિયન એરફોર્સના યુનિફોર્મમાં ‘બોર્ડર ૨’ના સેટ પરથી એક બિહાઇન્ડ ધ સીન વીડિયો શેર કર્યાે છે. જેની કૅપ્શનમાં માત્ર એટલું લખ્યું છે, ‘બોર્ડર ૨’.આ વીડિયોમાં ફિલ્મનું સૌથી યાદગાર અને લોકપ્રિય ગીત ‘સંદેસે આતે હૈ’ પણ બેકગ્રાઉડમાં સંભળાય છે.

વીડિયોમાં દિલજિત વેનિટી વાનમાંથી નીકળીને સેટ પર જતો દેખાય છે, જ્યાં બીજા કેટલાંક કલાકારો તેને નમસ્તે કહીને તેનું સ્વાગત કરે છે. આ એક ગીતનું શૂટિંગ હતું, જેમાં દિલજિત અન્ય કલાકારો સાથે ડાન્સ કરતો પણ દેખાય છે. આ ફિલ્મમાં દિલજિતની પસંદગી ઇન્ડિયન એર ફોર્સ ઓફિસર નિર્મલ જીત સિંઘ સિખોંના રોલમાં છે.

જેઓ એક માત્ર એરફોર્સ ઓફિસર છે, જેમને ૧૯૭૧ના યુદ્ધ પછી શ્રીનગર એર બેઝ પર એકલા હાથે લડવા બદલ પરમવીર ચક્ર મળ્યું છે. તેની પાર્ટનરના રોલમાં સોનમ બાજવાને લેવાઈ છે. આ ફિલ્મમાં પણ સની દેઓલ લીડ રોલમાં છે. આ સિવાય ‘બોર્ડર ૨’માં વરુણ ધવન અને અહાન શેટ્ટી પણ મહત્વના રોલમાં છે.

કેસરી ફિલ્મ ફેમ ડિરેક્ટર અનુરાગ સિંગ આ ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા છે તેમજ જે પી દત્તા, નિધિ દત્તા અને ભુષણ કુમાર પ્રોડ્યુસ કરે છે. આ ફિલ્મ ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ના દિવસે રિલીઝ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.