ગુજરાત ફેક્ટરી એક્ટમાં મોટા ફેરફાર: કામના કલાકોની સંખ્યા ૯ થી વધારીને ૧૨ કલાક

અમદાવાદ, ગુજરાત સરકારે ફેક્ટરી એક્ટમાં સુધારો કરવા માટે એક વટહુકમ બહાર પાડ્યો છે, જેમાં દિવસમાં કામના કલાકોની સંખ્યા ૯ થી વધારીને ૧૨ કલાક કરવામાં આવ્યા છે જે અંતર્ગત અઠવાડિયામાં મહત્તમ ૪૮ કલાક રહેવા જોઈએ .
🛠️ ગુજરાત સરકારે 2025માં ફેક્ટરી એક્ટમાં મહત્વના સુધારાઓના વટહુકમ દ્વારા રોજગાર નીતિમાં ફેરફાર કરેલા છે.
🔧 મુખ્ય ફેરફારો
- દિવસના કામકાજના કલાક:
- 9 કલાકમાંથી વધારીને 12 કલાક
- અઠવાડિયામાં મહત્તમ 48 કલાક
- 6 કલાક સતત કામ પછી 30 મિનિટનો ફરજિયાત વિરામ
- ફલેક્સીબલ શિફ્ટ સિસ્ટમ:
- કર્મચારીઓ હવે 4 દિવસ માટે 12 કલાકની શિફ્ટમાં કામ કરી શકે
- ઉદ્યોગોને પોતાની જરૂરિયાત મુજબ શિફ્ટ સમય ગોઠવવાની છૂટ
- ઓવરટાઈમ સુધારો:
- ક્વાર્ટર માટે ઓવરટાઈમ 75 કલાકમાંથી 125 કલાક
- બમણા પગારની રાહત ઓવરટાઈમ માટે
👩🏭 મહિલા કામદારો માટે 24 કલાકની છૂટ
- જો ઉદ્યોગ સલામતીના તમામ પગલાં પાલે તો મહિલાઓ રાત્રિ શિફ્ટમાં કામ કરી શકે
- અગાઉની સાવધાનીબાજીની બદલે હવે લેખિત સંમતિ આધારે 24×7 રોજગારી
- ઉદ્દેશ: લિંગ સમાનતા, સશક્તિકરણ અને સલામતી
📈 સરકારનો હેતુ
- આંતરરાષ્ટ્રીય રોકાણને આકર્ષવું
- નવી રોજગાર તકો ઊભી કરવી
- ઉદ્યોગોને વધુ અવકાશ આપવો
- દેશમાં લિંગ સમવેશી તથા પ્રગતિશીલ કામકાજનો માહોલ બનાવવો
સરકારના મતે આ પગલાનો હેતુ વધુ આર્થિક પ્રવળત્તિઓ અને રોજગારની તકો ઊભી કરવાનો છે. જે કિસ્સાઓમાં કામદારો ૧૨ કલાકની શિફ્ટમાં કાર્યરત હોય ત્યાં ૬ કલાક સતત કામ કર્યા પછી તેમને ૩૦ મિનિટનો વિરામ આપવો ફરજિયાત છે. ફેક્ટરી એક્ટની જોગવાઈઓમાં બીજા એક મહત્વપૂર્ણ ફેરફારમાં કેટલાક કડક સલામતી માર્ગદર્શિકાને આધીન રહી રાજ્ય સરકાર હવે મહિલાઓને વાણિજ્યિક સંસ્થાઓમાં ચોવીસ કલાક કામ કરવાની પરવાનગી આપશે.
અગાઉ સરકારે મહિલાઓને રાત્રિ શિફ્ટમાં કામ કરવાની પરવાનગી આપવા અંગે સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હતું. ‘નવા વટહુકમ લાગુ થયા પછી, જો ઉદ્યોગ તમામ જરૂરી સલામતીનાં પગલાં પૂર્ણ કરે તો સંમતિ આપતી મહિલાઓ રાત્રિ શિફ્ટમાં કામ કરી શકે છે,’ એક અધિકારીએ જણાવ્યું. દરમિયાન, રાજ્ય સરકારે ફેક્ટરીઓના માલિકોને એક ક્વાર્ટરમાં ૭૫ કલાકને બદલે ૧૨૫ કલાકનો ઓવરટાઇમ આપવાની પણ મંજૂરી આપી છે.
કર્મચારીઓ તેમના કામના ઓવરટાઇમ કલાકો માટે બમણા પગાર માટે પાત્ર રહેશે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે. ફલેકસીબલ (ફેરફારને આધિન) કામના કલાકોનો ખ્યાલ વૈશ્વિક સ્તરે સ્વીકારવામાં આવે છે, પરંતુ ફેક્ટરી કાયદાની જોગવાઈઓ હેઠળ આ શકય નહોતું.