Western Times News

Gujarati News

અમેરિકન સંસદના બંને ગૃહોમાં ‘વન બિગ બ્યુટીફૂલ બિલ’ પસાર

વાશિગ્ટન, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રખ્યાત ‘વન બિગ બ્યુટીફુલ બિલ’ ગુરુવારે મોડી રાત્રે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ દ્વારા ૨૧૮-૨૧૪ ના માર્જિનથી પસાર થયું, જેને તેમના બીજા કાર્યકાળની મોટી સિદ્ધિ ગણાવવામાં આવી રહી છે. સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાંથી પસાર થયા બાદ આ બિલ હવે પ્રમુખ ટ્રમ્પ સમક્ષ હસ્તાક્ષર માટે મોકલવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે બિલ પર મતદાન દરમિયાન, બે રિપબ્લિકન સાંસદોએ પાર્ટી લાઇન તોડીને ડેમોક્રેટિક પાર્ટીના પક્ષમાં મતદાન કર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે બંને ગૃહોમાંથી આ બિલ પસાર થવા પર ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે મેં લાખો પરિવારોને ‘ડેથ ટેક્સ’માંથી મુક્ત કર્યા છે. અમેરિકાના સ્વતંત્રતા દિવસના અવસર પર આ બિલથી સારી ભેટ કોઈ હોઈ શકે નહીં.

બિલ પસાર થયા પછી, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે પત્રકારોને જણાવ્યું હતું કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શુક્રવારે સાંજે ૫ વાગ્યે તેમના મોટા કર મુક્તિ અને ખર્ચ ઘટાડા બિલ પર હસ્તાક્ષર કરી શકે છે.

આ બિલમાં કરમાં કાપ, સૈન્ય બજેટ, સંરક્ષણ અને ઉર્જા ઉત્પાદન માટે વધારાનો ખર્ચ, તેમજ આરોગ્ય અને પોષણ કાર્યક્રમોમાં કાપ જેવી મુખ્ય જોગવાઈઓ શામેલ છે.

આ બિલ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સના મોટા પાયે દેશનિકાલ માટે ખર્ચ વધારવા સાથે પણ સંબંધિત છે. જ્યારે અન્ય વિપક્ષ માને છે કે આ ખર્ચ દેશના આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોને અસર કરે તેવી શક્યતા છે.

આ જ કારણ છે કે ઉદ્યોગપતિ ઇલોન મસ્ક સહિતનો એક મોટો વર્ગ આ બિલનો વિરોધ કરે છે અને તેની ટીકા કરી રહ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રના મતે, આ બિલ ૨૦૧૭ ના કર કાપ અને નોકરી કાયદાને કાયમી ધોરણે લાગુ કરવા તેમજ તેમના ચૂંટણી વચનો પૂરા કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. જોકે, બિલ પસાર થવાથી કોંગ્રેસમાં મતભેદો ઉભા થયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.