અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને માન્યતા આપનાર પ્રથમ દેશ બન્યો

નવી દિલ્હી, રશિયાએ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને ઔપચારિક રીતે માન્યતા આપવાની જાહેરાત કરી છે. રશિયન ફેડરેશનના રાજદૂત દિમિત્રી ઝિર્નાેવ વિદેશમંત્રી મૌલવી અમીર ખાન મુત્તાકીને મળ્યા.
બેઠક દરમિયાન, રશિયન ફેડરેશનના રાજદૂતે અફઘાનિસ્તાનના ઇસ્લામિક અમીરાતને માન્યતા આપવાના તેમની સરકારના નિર્ણય વિશે સત્તાવાર રીતે માહિતી આપી. બેઠકમાં, ઝિર્નાેવે ઔપચારિક રીતે માહિતી આપી કે રશિયન સરકારે અફઘાનિસ્તાનના ‘ઇસ્લામિક અમીરાત’ ને માન્યતા આપવાનો નિર્ણય લીધો છે.
રશિયન વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ‘અમારું માનવું છે કે અફઘાનિસ્તાનના ઇસ્લામિક અમીરાતની સરકારને સત્તાવાર માન્યતા આપવાથી અમારા દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં ઉત્પાદક દ્વિપક્ષીય સહયોગના વિકાસને પ્રોત્સાહન મળશે.’આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે વિશ્વના મોટાભાગના દેશોએ હજુ સુધી તાલિબાનને સત્તાવાર સરકાર તરીકે માન્યતા આપી નથી.
આ રશિયાની વિદેશ નીતિમાં એક મોટો વ્યૂહાત્મક પરિવર્તન માનવામાં આવે છે. તેમજ રશિયા અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને ઔપચારિક રીતે માન્યતા આપનાર પ્રથમ દેશ બન્યો છે.
સંયુક્ત રાષ્ટ્ર અને યુરોપિયન યુનિયન જેવા સંગઠનોએ હજુ સુધી તાલિબાનને માન્યતા આપી નથી.રશિયન વિદેશ મંત્રાલયના આ ઐતિહાસિક નિર્ણય પછી, અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે તેને એક મહત્ત્વપૂર્ણ પગલું ગણાવ્યું.
તાલિબાનના વિદેશમંત્રી અમીર ખાન મુત્તાકીએ આ નિર્ણયને સ્વીકાર્યાે અને તેને અન્ય દેશો માટે એક સારું ઉદાહરણ ગણાવ્યું. તાલિબાનના વિદેશ મંત્રાલયે કહ્યું, ‘રશિયન રાજદૂતે અફઘાનિસ્તાનની વર્તમાન સરકારને સત્તાવાર રીતે માન્યતા આપવાના નિર્ણયની જાણ કરી છે.
આ તાલિબાન અને રશિયા વચ્ચે વધતા સંબંધોનું પ્રતીક છે’.વર્ષ ૨૦૨૧ માં અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન અમલમાં આવ્યું. યુએસ દળોએ દેશ છોડ્યા પછી, તાલિબાન નેતાઓએ દેશનું નેતૃત્વ સંભાળ્યું. હાલમાં અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયની જવાબદારી અમીર ખાન મુત્તકી પાસે છે. રશિયાએ હવે તાલિબાનને ગેરકાયદેસર સંગઠનોની યાદીમાંથી દૂર કરી દીધું છે.SS1MS