ઈઝરાયેલના હુમલામાં ગાઝામાં ૯૪ પેલેસ્ટેનિયન નાગરિકોનાં મોત

તેલ અવિવ, ઈઝરાયેલે ગાઝા ઉપર કરેલા હવાઈ હુમલા અને ગોળીબારની ઘટનામાં કુલ ૯૪ પેલેસ્ટેનિયનનાં મોત નિપજ્યા છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ ગાઝા માનવ સંસ્થા સાથે સંકળાયેલા સ્થળો પર ઈઝરાયેલી સૈનિકોએ કરેલા હુમલામાં પાંચ લોકોનાં મોત થયા હતા.
જ્યારે ગાઝા પટ્ટીમાં અન્ય સ્થળોએ મદદ માટે કતારમાં ઊભા રહેલાં લોકો પર ગોળીબાર કરાતા ૪૦નાં મોત થયા હોવાની પુષ્ટિ થઈ હતી. બુધવારે રાતથી ગુરુવારે સવાર સુધી ઈઝરાયેલે ગાઝા ઉપર હવાઈ હુમલાઓ પણ કર્યા હતા જેમાં સંખ્યાબંધ લોકોના મોત થયા હતા. ઈઝરાયેલે મુવાસી ઝોનને નિશાન બનાવીન ટેન્ટ પર હુમલો કર્યાે હતો જેમાં ૧૫નાં મોત નિપજ્યા હતા.
આ વિસ્તારમાં હાલમાં સંખ્યાબંધ પેલેસ્ટેનિયન શરણ લઈ રહ્યા છે. આ ઉપરાંત ગાઝા શહેરમાં એક શાળા પર કરાયેલા હવાઈ હુમલામાં વધુ ૧૫ વિસ્થાપિતોનાં મોત થયા હતા.SS1MS