ડિલિવરી એજન્ટ બનીને એપાર્ટમેન્ટમાં ઘૂસીને યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું

પૂણે, મેટ્રો શહેરોમાં મહિલાઓની એકલતાનો ગેરલાભ ઉઠાવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પૂણેમાં આઈટી કંપનીમાં નોકરી કરતી ૨૨ વર્ષીય યુવતી પર ડિલિવરી એક્ઝિક્યુટિવની ઓળખ આપીને ઘરમાં ઘૂસેલા અજાણ્યા શખ્સે દુષ્કર્મ આચર્યું હતું.
આટલું જ નહીં તેણે પોતાના ફોનમાં મહિલાની તસવીર પણ લીધી હતી અને આ અંગે કોઈને જાણ કરી છે તો તસવીર વાયરલ કરીને બદનામ કરવાનો ધમકીભર્યાે મેસેજ પણ કર્યાે હતો. એટલું જ નહિ હું ફરી આવીશ તેવી બેશરમીભરી હિંમત બતાવતો મેસેજ પણ કર્યાે હતો.
જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે. પૂણેના નાયબ પોલીસ કમિશ્નર રાજકુમાર શિંદેએ આ બાબતે વિગતો આપતા જણાવ્યું કે, યુવતીનો ભાઈ સાંજે કોઈ કામઅર્થે બહાર ગયો હતો ત્યારે ડિલિવરી બોયના સ્વાંગમાં એક શખ્સ ૭.૩૦ વાગ્યે ફ્લેટમાં પ્રવેશ્યો હતો.
બેન્કના કોઈ ડોક્યુમેન્ટ્સનું કુરિયર આપવાનું કહીને તે ઘરે આવ્યો હતો. બાદમાં તેણે કુરિયર મળી ગયું છે તેની ખાતરી માટે સહી કરવા જણાવ્યું હતું. ડિલિવરી બોય પાસે પેન નહીં હોવાથી યુવતી પેન લેવા અંદરના રૂમમાં ગઈ ત્યારે આરોપીએ ઘરમાં પ્રવેશીને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો.
શંકાસ્પદ પ્રવાહી છાંટતા યુવતી બેભાન થઈ ગઈ હતી અને બાદમાં તે ભાનમાં આવી ત્યારે તેના પર દુષ્કર્મ થયું હોવાનું જણાતા તે ગભરાઈ ગઈ હતી. પોલીસે તપાસ કરતા જણાયું હતું કે, આરોપીએ યુવતીની વાંધાજનક તસવીર ફોનમાં લીધી અને બનવા અંગે કોઈને જાણ કરી છે તો ફોટો વાયરલ કરવા ધમકી આપતો મેસેજ કર્યાે હતો. આ કેસમાં ફોરેન્સિક તપાસ સાથે પોલીસની ૧૦ ટીમો રચવામાં આવી છે.
સીસીટીવી કેમેરાની તપાસ પણ કરાઈ રહી છે. ડોગ સ્ક્વાડ બોલાવાઈ છે. પીડિતાનો ફોટો લેતી વખતે આરોપીનો આંશિક ચહેરો પણ દેખાઈ રહ્યો છે તેના આધારે આરોપીનો સ્કેચ તૈયાર કરાશે. પોલીસે ફરિયાદને આધારે બળાત્કાર, મહિલાની વાંધાજનક તસવીર લેવી, અને ગુનાહિત ધમકી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યાે છે.SS1MS