Western Times News

Gujarati News

લશ્કરી દળો માટે રૂ.૧ લાખ કરોડનાં શસ્ત્રો ખરીદવાની દરખાસ્તને મંજૂરી

નવી દિલ્હી, પાકિસ્તાન સાથેના તાજેતરના લશ્કરી સંઘર્ષના થોડા સપ્તાહ પછી સંરક્ષણ મંત્રાલયે રૂ.૧.૦૫ લાખ કરોડના શ્રેણીબદ્ધ મિલિટરી હાર્ડવેર અને પ્લેટફોર્મ ખરીદવાની દરખાસ્તને મંજૂરી આપી છે.

આનાથી ભારતના લશ્કરી દળો માટે ૧૨ મરિન કાઉન્ટર મેઝર્સ વેસેલ્સ, બખ્તરબંધ રિકવરી વ્હિકલ્સ, ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ, સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલોની ખરીદી કરવામાં આવશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી સંરક્ષણ ખરીદી કાઉન્સિલની બેઠકમાં આ મહત્વપૂર્ણ ખરીદી પ્રોજેક્ટ્‌સને મંજૂરી અપાઈ હતી.

ડીએસીએ સ્વદેશી ખરીદી મારફત આશરે રૂ.૧.૦૫ લાખ કરોડના શસ્ત્રોની ખરીદીને મંજૂરી આપી છે. ભારતીય નૌકાદળ માટે આશરે રૂ.૪૪,૦૦૦ કરોડના ખર્ચે દરિયાઈ સુરંગોનો સામનો કરતાં ૧૨ જહાજો ખરીદવામાં આવશે.

છેલ્લા ૧૫ વર્ષમાં આ એમસીએમવી ખરીદવાના ઓછામાં ઓછા ત્રણ નિષ્ફળ પ્રયાસો પછી આ મંજૂરી આપવામાં આવી છે. લગભગ સાત વર્ષ પહેલાં માઇનસ્વીપર જહાજો તરીકે જાણીતા એમસીએમવી ખરીદવા માટે દક્ષિણ કોરિયાની એક સંરક્ષણ કંપની સાથે ભારતે વાટાઘાટો કરી હતી, પરંતુ વિવિધ મુદ્દાઓને કારણે આ વાટાઘાટો તૂટી પડી હતી.

ભારતીય નૌકાદળ પાસે હાલમાં કોઈ એમસીએમવી નથી. તેથી નોકાદળ પાણીની અંદરની સુરંગ શોધવા, ટ્રેક કરવા અને નાશ કરવા માટે વિશિષ્ટ યુદ્ધ જહાજો મેળવવા માટે જોરદાર પ્રયાસ કરી રહ્યું છે.સામાન્ય રીતે દરિયાઇ વેપાર અને જહાજોને અવરોધિત કરવા માટે દુશ્મન દેશો આવી દરિયાણ સુરંગો બિછાવતા હોય છે. દરખાસ્ત મુજબ એમસીએમવીનું ઉત્પાદન ભારતમાં કરાશે.

ડીએસીએ બખ્તરબંધ રિકવરી વ્હિકલ, ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલી, સંકલિત સામાન્ય ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ અને સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલોની ખરીદી માટેની દરખાસ્તને પણ મંજૂરી આપી છે. દરિયાઇ સુરંગો, સુપર રેપિડ ગન માઉન્ટ અને સબમર્સિબલ ઓટોનોમસ જહાજોની ખરીદી માટે પણ મંજૂરી અપાઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.