Western Times News

Gujarati News

ટીમ ખાતર ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ મોટું પગલું ભર્યું

બ‹મગહામ, ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ એજબેસ્ટન ટેસ્ટના બીજા દિવસે પોતાના બેટથી અદ્ભુત પ્રદર્શન કર્યું. તેણે શુભમન ગિલ સાથે બેવડી સદીની ભાગીદારી કરીને ટીમને ૫૦૦ થી વધુના સ્કોર સુધી પહોંચવાનો માર્ગ મોકળો કર્યાે હતો. જોકે તેના માટે તેણે બીસીસીઆઈ દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવું પડ્યું.

એક અહેવાલ અનુસાર જાડેજાએ બ‹મગહામ ટેસ્ટના બીજા દિવસે બીસીસીઆઈની નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનો ભંગ કર્યાે.ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી, બીસીસીઆઈએ નિયમ બનાવ્યો હતો કે કોઈ પણ ખેલાડી મેદાન પર કે મેદાનની બહાર એકલો નહીં જાય, તેઓ બધા ટીમ બસમાં સાથે મુસાફરી કરશે.રવીન્દ્ર જાડેજા બીજા દિવસે લાઇન ભંગ કરીને જલદી મેદાને પહોંચ્યો.

જોકે, તેનો નિર્ણય ટીમના હિતમાં હતો, જેના કારણે તેને કોઈ સજા નહીં મળે. ખરેખર, પહેલા દિવસના અંતે, ઇંગ્લેન્ડે નવો બોલ લીધો, જાડેજા દિવસના અંત સુધી ૪૧ રન પર બેટિંગ કરી રહ્યો હતો. બીજા દિવસે, તે ટીમ પહેલા મેદાનમાં પહોંચ્યો જેથી તેને બોલ પર નજર રાખવા માટે વધુ સમય મળે અને તે વધુ પ્રેક્ટિસ કરી શકે.

જાડેજા જાણતો હતો કે લીડ્‌સમાં ભારતનો લોઅર ઓર્ડર બે વાર ભાંગી પડ્યો હતો, તેથી તે કોઈ જોખમ લેવા માંગતો ન હતો અને કેપ્ટન શુભમન ગિલ સાથે શક્ય તેટલો લાંબો સમય બેટિંગ કરવા માંગતો હતો. જાડેજાની આ યુક્તિ કામ કરી ગઈ અને તેણે ૮૯ રનની શાનદાર ઇનિંગ રમી. તેણે કેપ્ટન શુભમન ગિલ સાથે ૨૦૩ રનની ભાગીદારી કરી.જાડેજા આઉટ થયા પછી, ગિલ એક છેડે મજબૂત રીતે ઉભા રહ્યા અને ૨૬૯ રનની શાનદાર ઇનિંગ રમીને ભારતને ૫૮૭ ના સ્કોર સુધી પહોંચાડ્યું. ગિલ સેના દેશોમાં સદી ફટકારનાર પ્રથમ એશિયન કેપ્ટન બન્યો છે, જ્યારે ભારતીય કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં આ તેની સૌથી મોટી ઇનિંગ છે. આ ઉપરાંત, ગિલે ઘણા રેકોર્ડ પણ તોડ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.