ICA ના 130 વર્ષના ઈતિહાસમાં વૈશ્વિક પદે નિમાયેલ પ્રથમ ભારતીય બન્યા હર્ષ મુકેશભાઈ સંઘાણી

વિકાસની હરણફાળ ભરતા ભારતના યુવાનોની શકિતને પારખતુ વિશ્વ હર્ષ મુકેશભાઈ સંઘાણી આંતરરાષ્ટ્રીય સહકારી ગઠબંધન (ICA) યુવા સમિતિના અધ્યક્ષ તીરકે ચૂંટાયા
આ ઘટના માત્ર હર્ષ માટે નહિં પણ સમગ્ર ભારતીય સહકારી ક્ષેત્ર માટે એક ગૌરવભર્યો ક્ષણ – દિલીપ સંઘાણી
યુવાનો જે ક્ષેત્રમા હોય તે ક્ષેત્રની કઈક વિશિષ્ટ કામગીરી અને અનુભવ લોકોને જોવા-જાણવા મળતો હોય છે. યુવાનો પણ આ બાબતે સજાગ બનીને જે તે ક્ષેત્રના વિકાસ માટે પ્રવૃત રહેતા હોય છે જેમાથી તેમની શકિત નીખરતી હોય છે તેનો અહેસાસ સમય આવ્યે સમાજ, રાજય, દેશ-વિદેશને લાભકારક નિવડતો હોય છે. ICA Harsh Mukesh Sanghani
૧૮૯૫ માં લંડનમાં સ્થાપિત ICA નુ મુખ્ય મથક બ્રુસેલ્સ (બેલ્જિયમ) ખાતે મુખ્યાલય ધરાવે છે વિશ્વના ૧૦૫ દેશોમાથી ૩૦૬ સમુહો અને ૧ અબજ થી વધારે સભ્યો ધરાવે છે. તેમના મુખ્ય હેતુ હંમેશા વૈશ્વિક સ્તરે સહકારના મુખ્ય પ્રતિક તરીકે રહેવુ, વિશ્વભરના સહકારી સંગઠનો એકસાથે જોડવા તેમજ સહકારી પ્રવૃતિ દ્વારા ICA સાથે સહકાર આપીને કુશળતા, જ્ઞાન અને સંકલિત કામગીરી માટે ફોરમ પુરૂ પાડે છે.
ICA યુવા સમિતિના મુખ્ય કાર્યોમાં સહકારી સંગઠનોને પ્રોત્સાહન અને વિકાસ, સહકારના મૂળભૂત સિંધ્ધાતોનું રક્ષણ વિશ્વભરમાં સહકારી સહયોગ વધારવો, નિતિ અને પધ્ધિતઓનો પ્રચાર-પ્રસાર, માર્ગદર્શન, તાલીમ તેમજ તેમના મુખ્ય સિંધ્ધાતોમાં સ્વૈચ્છિક અને ખુલ્લા સભ્યપદ, લોકશાહી નિયંત્રણ, આર્થિક સહાય અને ભાગીદારી,
સ્વતંત્રતા, શિક્ષણ, તાલીમ, સહકાર વચ્ચે સહકાર, સમાજ પ્રત્યે જવાબદારી પર યુવા સમિતિ અને ICA ધ્યાન આપે છે. ICA ની યુવા પાંખ આફ્રિકા, એશીયા-પેસેફીક, યુરોપ સહિત કુલ-૪ ઝોનમાં વિશાળ વિસ્તારમાં પથરાએલ છે. તેમના ૮ બંધારણીય સંગઠનો આવેલા છે જેમાં મુખ્યત્વે ખેતિ, બેંકિંગ, હેલ્થ, ફિશરી, હાઉસીંગ, ઈન્સ્યુરન્સ, ઉદ્યોગ અને સેવાઓનો સમાવેશ થાય છે. મેન્ચેસ્ટર (યુ.કે.) ખાતે સામાન્ય સભામાં ICA એશીયા પેસિફિકના અધ્યક્ષ ડો.ચંદ્રપાલસિંહ યાદવ, ઈફકોના મેનેજીંગ ડીરેકટર યુ.એસ. અવસ્થી, માર્કેટીંગ ડિરેકટર યોગેન્દ્રકુમાર, ગુજરાત મહિલા ક્રેડીટ સોસાયટીના અધ્યક્ષ ગીતાબેન સંઘાણી, મનીષભાઈ સંઘાણી સહિત અનેક સહકારી અગ્રણીઓએ હર્ષ સંઘાણીને શુભેચ્છા સાથે આર્શિવાદ આપી ભાવિ કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યકત કરી હતી.
અમરેલીના યુવા પ્રતિભાની કે, જેમણે રાજકીય ભૂમિકામાં અગાઉ પણ ગુજરાત વિધાનસભામા યુવા એસેમ્બલીમા ભાગ લઈ શ્રેષ્ઠતા પુરવાર કરનાર હર્ષ મુકેશભાઈ સંઘાણી આ પહેલા પણ સ્ટેટ લેવલ પર, રાષ્ટ્રીય સ્તર હોય કે આંતરરાષ્ટ્રીય સ્તર પરની વિવિધ સ્પર્ધાઓ કે મંચ પર તેઓ તેમની નેતૃત્વ શકિતનો પરિચય આપી ચુકેલ છે. ICA ની યુવા સમિતિ અધ્યક્ષ તરીકે પસંદગી થવી તે તેમની અદભુત નેતૃત્વ ક્ષમતાઓ અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના અનુભવોના કારણે શકય બન્યુ છે. રાષ્ટ્ર-દેશ હિત સાથે વૈશ્વિક વિષયો પરના ઘણા બધા પ્રોજેકટમાં ભારતના યુવાનોને વિકાસ માટે જોડયા છે અને વૈશ્વિક સ્તરે અમરેલી-ગુજરાત-ભારતનું નામ રોશન કર્યુ છે તેમ અખબારી યાદીમાં જણાવાયેલ છે.