Western Times News

Gujarati News

જંકફૂડ અને ખરાબ લાઈફ સ્ટાઈલને કારણે લીવરના રોગોમાં વધ્યાઃ તબીબોનું તારણ

(એજન્સી)અમદાવાદ, ત્રણ વર્ષના સમયગાળામાં રપ૦થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરી ઝાયડસ હોસ્પિટલે નવા સીમાચીહ્નો સ્થાપીત કર્યા છે. હાલની લાઈફ સ્ટાઈલમાં લીવરના રોગો મોટા પ્રમાણમાં વધી રહયાં છે. નાની ઉંમરની વ્યકિતઓમાં પણ તેને લગતી બીમારીઓ વધી રહી છે. કારણો ઘણા બધા છે. તો તેની સામે ઝાયડસ હોસ્પિટલ લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ હેઠળ લીવરને લગતાં રોગો સામે મજબુતાઈ દર્દીઓની લીવર હેલ્થનું ધ્યાન રાખી રહી છે.

ભારતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના પાયોનીયર ડો.આનંદ ખખ્ખરની આગેવાની હેઠળની નિષ્ણાંત ટીમના ડો.યશ પટેલ, ડો.મયુર પટેલ, ક્રિટીકલ કેર ટીમના ડો.હિમાંશુ શર્મા તેમજ સીનીયર એનેસ્થેટીસ અને લીડ ડો. મીતા અગ્રવાલ, ડો.પરાગસિંહ ગોહીલ તથા તેમની ટીમના સંયુકત પ્રયત્નોએ પીડીયાટ્રીક દર્દીથી લઈને ૭૦થી પણ વધુ વય ધરાવતાં

તેમજ એબીઓ ઈન્કમપેટીબલ બ્લડ ગૃપથી લઈને એચઆઈવી પોઝીટીવ દર્દી સુધીના અલગ અલગ મેડીકલ હિસ્ટરી અને અઢળક મુશ્કેલી ધરાવતાં અનેક દર્દીઓને ટ્રાન્સપ્લોટ દ્વારા નવજીવન આપ્યું છે. તેની સાથે ૧ વર્ષથી પણ ઓછા સમયગાળામાં એક સાથે લીવર અને કીડની ટ્રાન્સપ્લાન્ટના એસએલકેટી અનેક સફળ કેસોનો રેકોર્ડ પણ સ્થાપીત કર્યો છે.

સીનીયર લીવર ટ્રાન્સપ્લાન્ટ અને એચપીબી સર્જન ડો. આનંદ ખખ્ખરે કહયું હતું કે, ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ દ્વારા અમે માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ દેશના અન્ય ભાગો તેમજ વિદેશમાં પણ દર્દીઓના વિશ્વાસ જીતવામાં સફળ રહયાં છીએ. જેને પરીણામે ઝાયડસમાં આટલા ઓછા સમયમાં મોટા પ્રમાણમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.

ઝાયડસ હોસ્પિટલના લીવર ટ્રાન્સપ્લાન્ટ અને ક્રિટીકલ કેર સ્પેશીયાલીસ્ટ ડો. હિમાંશુ શર્મા જણાવે છે. કે, અમારા ઘણા ટ્રાન્સપ્લાન્ટમાં ગંભીર રીતે બીમાર દર્દીઓનો સમાવેશ થાય છે. જેમની સારવાર અહીના વિશેષ લીવર આઈસીયુ દ્વારા શકય બની છે. સીનીયર એનેસ્થેટીસ્ટ અને લીડ ડો. મીતા અગ્રવાલના કહેવા અનુસાર, લીવર ફેલ્ચરવાળા દર્દીની પરીસ્થિતી અત્યંત ગંભીર હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.