Western Times News

Gujarati News

કોલગર્લના ચુંગાલમાં ફસાયેલા યુવાનની કેનાલમાં મોતની છલાંગ

પ્રતિકાત્મક

મહેસાણા, અમદાવાદના બાવળામાં પÂત્ન તેમજ બે દીકરી સહિત સંયુકત પરિવારમાં રહેતા યુવાનને કોલગર્લ્ને શોખ ભારે પડયો હતો. આજથી એકાદ મહિના અગાઉ હોટલમાં રોકાયેલા યુવાનને કોલગર્લના દલાલે બ્લેકમેલ કરતા તેણે કંટાળી કડી તાલુકાના રંગપુરડા ખાતે આવેલી નર્મદા કેનાલમાં છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે મૃતક યુવાનના ભાઈની ફરિયાદના આધારે કડી પોલીસે કોલગર્લના દલાલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અમદાવાદના ઓઢવમાં એસપી રીંગ રોડ સ્થિત માધવ ઓર્સીડમાં રહેતો હાર્દિક હર્ષદભાઈ ઠાકર પોતાની સાથે સ્નેહલ નામની કોલગર્લને રાખી પોતાના મકાનમાં દેહ વેપારીન પ્રવૃતિ ચલાવતો હતો.

આ કોલગર્લના સંપર્કમાં છેલ્લા કેટલાય સમયથી અમદાવાદના બાવળામાં પત્ની તેમજ બે દિકરી સહિત સંયુકત પરિવારમાં રહેતા તુષાર ગુણવંતભાઈ પગી હતા. પાછળથી કોલગર્લ સાથે વધુ નીકટતા થતાં તુષારે તેણીને ગત ૧રમી મેની રાત્રે હાર્દિક ઠાકરને અજાણ રાખી અમદાવાદના થલતેજમાં આવેલી હોટેલ શાલિગ્રામમાં બોલાવી હતી.

આ અંગે કોલગર્લના સાથીદર હાર્દિક ઠાકરને તે જ રાતે જાણ થતાં મોબાઈલમાં તેણે તુષાર સાથે ચેટ કરી વિવાદ કર્યો હતો. ત્યારબાદ હોટેલ શાલિગ્રામ પહોંચી કોલગર્લ સાથેના સંબંધોની જાણ તેના ઘરે કરવાની ધમકી તુષારને આપી હતી. સામાજીક પ્રતિષ્ઠાને હાનિ પહોંચવાના ભયથી તુષાર ભયભીત બન્યો હતો. કોલગર્લ્‌ અને તેના દલાલ હાર્દિકને વારંવાર આજીજી કર્યા બાદ પણ ધમકી આપવામાં આવતા ડિપ્રેશનમાં આવી ગયેલા તુષારે છેલ્લી વખત વોટ્‌સએપના ફેમેલી ગ્રુપમાં મેસેજથી સંપર્ક કરી આપઘાતનો સંકેત આપ્યો હતો.

ત્યારબાદ તુષાર પગી હોટલથી નીકળી પોતાની કાર લઈ કડીના રંગપુરડા ગામ પાસેની નર્મદા કેનાલ પાસે પહાંચ્યો હતો અને તેણે કંટાળી કેનાલમાં પડી મોતને વહાલું કર્યું હતું. મૃતક યુવાનના પરિવારજનોને તેની લાશ શોધખોળ બાદ નર્મદા કેનાલમાં તરતી મળી આવતા પોલીસને જાણ કરાઈ હતી. કડી પોલીસે મૃતક યુવાનના ભાઈ રાકેશભાઈ પગીની ફરિયાદના આધારે મરવા માટે દુષ્પ્રેરણ કરનાર કોલગર્લના દલાલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.