રશિયાએ યુક્રેન પર ૫૫૦થી વધુ ડ્રોન-મિસાઈલો ઝીંકી

કીવ, રશિયાએ ૫૫૦ ડ્રોન અને મિસાઇલો છોડીને ફરી એકવાર યુક્રેન પર ભીષણ હવાઇ હુમલો કર્યાે હતો. આ હવાઇ હુમલામાં યુક્રેનમાં ભારે વિનાશ વેરાયો હતો અને ઓછામાં ઓછા ૨૩ લોકો ઘાયલ થયા હતાં.
યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સ્કીએ તેને રશિયાનો એક સૌથી ભીષણ હુમલો ગણાવ્યો હતો. રશિયાએ આ હુમલામાં ઇરાનના શાહેદ ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલોનો પણ ઉપયોગ કર્યાે હતો. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે આ હુમલાનું મુખ્ય ટાર્ગેટ રાજધાની કીવ હતું.
અમારા સૈનિકો ૨૭૦ ડ્રોન-મિસાઇલોનો તોડી પાડ્યા હતાં. બીજા ૨૦૮ ડ્રોનને ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ મારફત જામ કરવામાં આવ્યાં હતાં. માત્ર કિવ જ નહીં, પરંતુ ડિનિપ્રો, સુમી, ખાર્કિવ અને ચેર્નિહિવ પ્રદેશોનો પણ ટાર્ગેટ કરાયા હતાં અને અત્યાર સુધીમાં ઓછા ૨૩ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે.
અહીં ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન વચ્ચે ફોન પર એક કલાક સુધીની વાતચીત થયા પછી આ ભીષણ હુમલા થયા હતાં.
પુતિન સાથે ટેલિફોનિક વાતચીત પછી યુએસ પ્રમુખ ટ્રમ્પે યુક્રેનની સ્થિતિ પ્રત્યે નારાજગી વ્યક્ત કરીને જણાવ્યું હતું કે સંઘર્ષના સમાધાનમાં કોઈ પ્રગતિ થઈ રહી નથી. અમે ઘણી બધી બાબતો વિશે વાતચીત કરી હતી, જેમાં ઈરાનનો પણ સમાવેશ થાય છે અને અમે યુક્રેનના યુદ્ધ વિશે પણ વાતચીત કરી હતી. હું સ્થિતિથી ખુશ નથી.SS1MS