Western Times News

Gujarati News

અમારામાં નહીં, ન્યાયમાં ભગવાનને નિહાળોઃ સુપ્રીમ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટના એક વકીલે ટિપ્પણી કરતા કહ્યું કે- અમે જજમાં ભગવાનને જોઈએ છે, તેના જવાબમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, અમારામાં ભગવાન નહીં, ન્યાયમાં ભગવાનને જૂઓ. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ એમ સુંદરેશ અને કે વિનોદ ચંદ્રને ઉત્તર પ્રદેશનામાં એક મંદિરના કેસની સુનાવણી દરમિયાન ઉપરોક્ત વાત જણાવી હતી.

આ કેસમાં પક્ષકાર વતી હાજર રહેનાર એક વકીલે અસીલ વાત સાંભળતા નહીં હોવાનું કારણ જણાવીને કેસમાંથી ડિસ્ચાર્જ આપવા કોર્ટને વિનંતી કરી હતી.વકીલે આટલેથી નહીં અટકતા વધુમાં જણાવ્યું હતું કે, અસીલે મને એક નોટિસ મળી છે જેમાં વકીલો દ્વારા જજો સાથે ફિક્સિંગ કરાતું હોવાનો દાવો કરાયો છે.

આ અત્યંત તિરસ્કારજનક બાબત છે. વકીલે વધુમાં આક્રોશ ઠાલવતા કહ્યું કે, અમને કેસમાં કોઈ અપ્રમાણિકતા જણાય છે તો અમે કેસમાંથી ખસી જઈએ છીએ. અમારા જજ અમારી માટે ભગવાન છે.

આ મામલે જસ્ટિસ સુંદરેશે સ્ષ્ટતા કરતા જણાવ્યું કે, અમારામાં ભગવાન નહીં, મહેરબાની કરીને ન્યાયમાં ભગવાનને જૂઓ. સુપ્રીમ કોર્ટના જજની બેન્ચે વકીલની વિનંતીને ગાહ્ય રાખતા તેને કેસમાંથી ડિસ્ચાર્જ થવા મંજૂરી આપી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.