Western Times News

Gujarati News

હિમાચલ-ઉત્તરાખંડમાં વરસાદી તબાહી ૫૫ દિવસમાં ૬૯નાં મોત, અનેક ગુમ

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં અવિરત ભારે વરસાદે મોટી તબાહી સર્જી છે. છેલ્લાં બે સપ્તાહમાં હિમાચલપ્રદેશમાં ૬૯ના મોત થયા છે અને ૩૭ ગુમ થયા છે. ગુરુવારે ઉત્તરાખંડના ભીમતાલમાં એક તળાવમાં ડૂબી જવાથી ઇન્ડિયન એરફોર્સનાના બે જવાનોના મોત થયા છે. વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધી ૪૫થી વધુના મોત થયા છે અને અનેક લાપતા બન્યાં છે.

હિમાચલપ્રદેશમાં ૨૦ જૂને ચોમાસુ આવ્યું હતું અને વાદળ ફાટવા, અચાનક પૂર અને ભૂસ્ખલનને કારણે રાજ્યને રૂ.૫,૦૦૦ કરોડનું નુકસાન થયું છે. રાજ્ય અત્યાર સુધી ૪૩ લોકોના મોત થયા છે. તેમાં વાદળ ફાટવાથી ૫૪, ફ્લેશ ફ્લડને કારણે ૮, ભૂસ્ખલથી ૫ અને ડુબી જવાથી ૭ લોકોના મોત થયા છે.

મંડી જિલ્લામાં મંગળવારે વાદળ ફાટવાની, અચાનક પૂર અને ભૂસ્ખલનની ૫૦ ઘટનાઓ જોવા મળી હતી અને તેમાં ૫૭ લોકોના મોત થયાં હતાં. જિલ્લામાં ગુમ થયેલા ૩૫ લોકોની શોધખોળ ચાલુ છે. રાજ્યમાં ૫૫૦થી વધુ ઘરો, ૩૫ વ્હિકલ, ૫૪ પુલ અને અનેક રસ્તાઓને નુકસાન થયું છે.

અસરગ્રસ્ત લોકો માટે પાંચ રિલીફ કેમ્પો બનાવવામાં આવ્યાં છે. ઉત્તરાખંડમાં રોજિંદા જીવનને અસર પડી છે, રાજ્યભરમાં ૫૦૦થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેના કારણે ચારધામ યાત્રા ખોરવાઈ ગઈ છે અને ઉત્તરકાશી જિલ્લાના ગીત વિસ્તારના કેટલાક ગામોમાં અનાજની અછત સર્જા છે. ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાત કરીને રાજ્યની સ્થિતિની સમીક્ષા કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.