વક્ફની સંપત્તિઓ અંગે કેન્દ્ર સરકારનો નવો નિયમ જાહેર કર્યો

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે વક્ફ કાયદા હેઠળ એક નવો નિયમ જાહેર કર્યાે છે. આ નવો નિયમ વક્ફ પોર્ટલ અને વક્ફ સંપત્તિના ડેટાબેઝ, વક્ફ મિલકતોની નોંધણીની પદ્ધતિ અને તેના ઓડિટ સાથે સંબંધિત છે.
નવા કાયદા હેઠળ, દરેક વક્ફ મિલકતની નોંધણી ફરજિયાત બનાવવામાં આવી છે, જેની માહિતી પોર્ટલ પર આપવાની રહેશે.નવા નિયમો હેઠળ એક કેન્દ્રીયકૃત પોર્ટલ અને ડેટાબેઝ બનાવવામાં આવ્યું છે, જે દેશભરના વક્ફના સંપૂર્ણ રેકોર્ડ નોંધવામાં આવશે.
આમાં વકફ મિલકતોની યાદી અપલોડ કરવી, નવી નોંધણી, વક્ફ રજિસ્ટરની જાળવણી, ખાતાઓ વિશે માહિતી પૂરી પાડવી, ઓડિટ રિપોર્ટ પ્રકાશિત કરવા અને બોર્ડના આદેશોની નોંધણીનો સમાવેશ થાય છે.
વક્ફ સંપત્તિના મેનેજર (મુતવલ્લી) પોતાના મોબાઇલ નંબર અને ઈમેઇલ દ્વારા ઓટીપી દ્વારા લોગ ઇન કરીને પોર્ટલ પર નોંધણી કરાવશે. ત્યારબાદ વક્ફ અને તેની સંપત્તિની વિગતો અપલોડ કરી શકશે.વક્ફ સંપત્તિની રચનાના ત્રણ મહિનાની અંદર પોર્ટલ પર ફોર્મ ૪માં નોંધણી કરાવવી પડશે. વક્ફ બોર્ડ પોર્ટલ પર ફોર્મ ૫માં વક્ફનું રજિસ્ટર જાળવશે.
નવા નિયમો વક્ફ (સુધારા) અધિનિયમ ૨૦૨૫ હેઠળ બનાવવામાં આવ્યા છે, જે આઠમી એપ્રિલ ૨૦૨૫થી અમલમાં આવ્યો છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની સંમતિ મળ્યા બાદ કેન્દ્ર સરકારે ગયા મહિને વક્ફ (સુધારા) અધિનિયમ ૨૦૨૫ને સૂચિત કર્યું હતું.
વકફ (સુધારા) બિલ લોકસભામાં ૨૮૮ સભ્યોના સમર્થનથી પસાર થયું હતું, જ્યારે ૨૩૨ સાંસદો તેની વિરુદ્ધમાં હતા. રાજ્યસભામાં, ૫૨૮ સભ્યોએ તેના પક્ષમાં અને ૯૫ સભ્યોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું.SS1MS