Western Times News

Gujarati News

સૌરાષ્ટ્રમાં ૨૦ ડેમ ૫૦૦ ટકા છલોછલ થતાં હાઈએલર્ટ પર

રાજકોટ, સૌરાષ્ટ્રમાં થયેલા સારા વરસાદને પગલે જળાશયોમાં નવા નીરની આવક નોંધાઈ છે. સૌરાષ્ટ્રના ૨૦ ડેમ ૫૦૦ ટકા છલોછલ ભરાઈ જતા તેમને હાઈએલર્ટ પર મૂકી ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યા છે.

કુલ ૮૩ ડેમ પૈકી ૫૦ ડેમ અડધાથી વધુ ભરાઈ ગયા છે. રાજકોટની જીવાદોરી સમાન આજી-૫ ડેમ ૬૪% ભરાયો છે, જ્યારે નવા રાજકોટને પાણી પૂરું પાડતા ન્યારી-૫ ડેમની આજની સપાટી ૫૫%થી વધુ છે. આ ઉપરાંત, ભાદર ડેમ પણ ૪૨%થી વધુ ભરાયેલો છે.

સૌરાષ્ટ્રના ૪૩થી વધુ ડેમમાં ૦.૫૦થી ૨૫ ફૂટ સુધી વરસાદી પાણીની આવક નોંધાઈ છે. ત્રણ ડેમ ઓવરફ્લો થતા તેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.રાજકોટના ભાદર, આજી, ન્યારી સહિત ૫૪ ડેમમાં નવા નીરની આવક થઈ છે. હાલમાં સૌરાષ્ટ્રના ૮૩ જેટલા ડેમ પૈકી ૫૦ જેટલા ડેમમાં ૫૦%થી વધુ જળસપાટી જોવા મળી રહી છે.

છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ જિલ્લાનાં ભાદર-૫માં ૦.૫૬ ફૂટ, મોજમાં ૪.૯૯ ફૂટ, સોડવદરમાં ૫૦.૫૭ ફૂટ, આજી-૫માં ૦.૩૩ ફૂટ અને ન્યારી-૫માં ૦.૫૬ ફૂટ નવા નીરની આવક થઈ છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સૌરાષ્ટ્ર અને કચ્છના કુલ ૨૦ ડેમોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, કારણ કે તેમની સંગ્રહ ક્ષમતા ૫૦૦ ટકા અથવા તેની નજીક પહોંચી ગઈ છે.

હાલમાં ૫૦૦ ટકા ભરાયેલા ડેમોમાં રાજુલાનો ધાતરવાડી, સાવરકુંડલાનો સુરજવાડી, મુન્દ્રાનો કાલાઘોઘા, માડવીનો ડોન, જામનગરનો વાગડિયા, બોટાદનો ગોમા, ગઢડાનો ભીમમેહડા, મહુવાનો રોજડી, મહુવાનો બગડ, હળવદનો બ્રાહ્મણી, જુનાગઢનો વાસલ, સાયલાનો લીમ્બ-ભોગાવો-૫, મુળીનો સાબુરી અને ચોટીલાનો ત્રિવેણી થાગા ડેમનો સમાવેશ થાય છે.આ ઉપરાંત, જામનગરનો રૂપારેલ ડેમ ૯૦.૮૭% અને સાપડા ડેમ ૯૦.૨૯% ભરાયા છે, જે પણ હાઈએલર્ટ હેઠળ છે.

ઉમરાળાનો રાંધોળા ડેમ ૯૯.૬૫% અને પાલીતાણાનો શેત્›ંજી ડેમ ૯૮.૪૨% ભરાયા છે, જ્યારે મોરબીનો ધોડધ્રો ડેમ ૯૫.૮૫% ભરાઈને હાઈએલર્ટ પર છે. વિંછીયાનો ધારી ડેમ ૯૭.૬૭% ભરાયેલો છે અને તેને પણ હાઈએલર્ટ પર રાખવામાં આવ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.