Western Times News

Gujarati News

બહેન અંશુલાની પ્રપોઝલ પર અર્જૂન કપૂર ભાવુક થયો

મુંબઈ, કોઈ પણ ડિઝની ફૅન છોકરીની એવી ઇચ્છા હોય કે ડિઝની કેસલ જેવી કોઈ જગ્યા હોય અને ત્યાં એનો પ્રિન્સ ચા‹મગ એને પ્રપોઝ કરે. અંશુલા કપૂરનું પણ જાણે આવું જ કોઈ સપનું ગુરુવારે સાચું થયું.

બોની કપૂરની દિકરી અને અર્જૂન કપૂરની અંશુલા કપૂરને તેના બોયફ્રેન્ડ રોહન ઠક્કરે ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્કમાં પ્રપોઝ કર્યું હતું. ગુરુવારથી જ આ બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ બાબતે તેની બહેનો જ્હાન્વી અને ખુશીએ પણ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી હતી.

અંશુલાએ લખ્યું હતું કે એટલી ખુશી છે કે હું શબ્દોમાં વ્યક્ત કરી શકું એમ નથી. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું,“અમે એક એપ પર મળ્યાં હતાં. એક સામાન્ય મંગળવારે અમે રાત્રે ૫.૫૫ વાગ્યે વાત કરવાની શરૂ કરી. અમે સવારે ૬ વાગ્યા સુધી વાત કરી.

કોઈ રીતે, એ વખતે પણ લાગેલું કે કશુંક એવું શરૂ થઈ ગયું છે, જે ઘણું મહત્વનું બની જશે. ૩ વર્ષ પછી મારા મનપસંદ શહેરમાં , સેન્ટ્ર પાર્કમાં કિલ્લાની સામે, એણે પ્રપોઝ કર્યું. બિલકુલ ભારતના રાતના ૫.૫૫ વાગ્યે. અને જાણે દુનિયા પણ થંભી ગઈ હું એ જાદુને સમજુ અને અનુભવી શકું ત્યાં સુધી.”“જાણે એવો પ્રેમ કે ઘર જેવું લાગે.

હું એવી છોકરી નથી કે જે પરિકથાઓમાં માનતી હોય…પણ રોહન ઠક્કરે મને એ દિવસે જે આપ્યું એ વધુ સારું હતું. વાસ્તવિક. અમે. મેં હા પાડી દીધી. ગંદા આંસુ દ્વારા, ખુલીને હસીને અને એવી ખુશી જેને હું શબ્દોમાં ન મુકી શકું. ૨૦૨૨થી તું જ રહ્યો છે. હું મારા બેસ્ટ ફ્રેન્ડ સાથે જોડાઈ ગઈ છું. મારું સુરક્ષિત સ્થાન. મારો વ્યક્તિ. સૌથી મનપસંદ છોકરો, મનપસંદ શહેર..અને હવે મારી મનપસંદ હા.”અંશુલા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર પોતાની જીવનભરની યાદગીરી બનેલી આ તસવીરો શેર કરી હતી.

પાછળ બેલ્વેડેર કેસલ દેખાય છે, એવા હરીયાળીભર્યા ગાર્ડનમાં રોહન ઘૂંટણભર બેસીને અંશુલાને પ્રપોઝ કરતો દેખાય છે, જેમાં અંશુલાએ પ્લોરલ પ્રિન્ટનો ડ્રેસ પહેર્યાે હતો. સાથે જ અંશુલાએ તેની ડાયમંડ રિંગના ફોટો પણ શેર કર્યા હતા. તેમાં માત્ર પ્રપોઝલ ખુશીનું કારણ નહોતી પરંતુ અંશુલાની આ ખબર પર તેના ભાઈ-બહેનોએ જે પ્રેમ વરસાવ્યો તેણે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું.

અર્જૂન કપૂર હંમેશા બહેનનું ધ્યાન રાખતો મોટો ભાઈ રહ્યો છે, ત્યારે તેણે પણ પોતાની બહેન માટે એક લાગણીસભર પોસ્ટ કરી હતી, તેણે લખ્યું,“મારી જિંદગીને એની આજીવન જિંદગી મળી ગઈ…બંને સદા ખુશ રહો અંશુલા અને રોહન.(આજે મોમની થોડી વધુ યાદ આવી ગઈ). લવ યુ ગાય્ઝ.”

આ તસવીરો સામે આવતા જાહ્ન્‌વીએ પોસ્ટ કર્યું,“મારી બહેનને એનો સાથી મળી ગયો. બેસ્ટ માટે બેસ્ટ.” ખુશીએ લખ્યું,“તમને બંનેને હું પ્રેમ કરું છું. મારી બહેનના હવે લગ્ન થશે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.