ભારતના ચંપલ અને રિક્ષાએ આંતરરાષ્ટ્રીય ફેશનને ચમક આપી

મુંબઈ, સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા છે કે ફેશન બાબતે ભારતના લોકોને વિદેશની મોટી બ્રાન્ડનું ઘેલું છે અને તેઓ વિદેશી પેશન બ્રાન્ડની વસ્તુઓનો દેખાડો કરવામાં પણ ગૌરવ લેતાં હોય છે.
જ્યારે સ્થાનિક હસ્ત કારીગરોએ બનાવેલાં કળાના ઉત્તમ નમૂના સમાન ઉત્પાદનોની કિંમત આપવામાં તેમને તકલીફ પડતી હોય છે. પણ જ્યારે કોઈ વિદેશી બ્રાન્ડ કે વિદેશી સેલેબ્રિટી ઇન્ડિયન હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ પાની બ્રાન્ડના નામ સાથે બજાર મુકે છે, ત્યારે તેઓ આ વસ્તુઓ પાછળ પડે છે.
આવું જ હવે દેશના દેસી, સસ્તા અને ટકાઉ કોલ્હાપુરી ચપ્પલ, ભારતીય કુર્તા અને ભારતની ઓટો રીક્શામાં થયું છે. દુનિયાની સૌથી મોટી બ્રાન્ડ ગણાતી લુઇ વુટોં અને પ્રાડાએ ભારતીય કળા અને જીવનશૈલીમાંથી પ્રેરણા લીધી છે, ત્યારથી તેઓ ટ્રોલ પણ થઈ રહ્યાં છે અને ચર્ચામાં પણ છે.
તાજેતરમાં ઇટાલાની જાણીતી ફેશન બ્રાન્ડ પ્રાડાએ મિલાન ફેશન વીકમાં પોતાનું સ્પ્રિંગ સમર ૨૦૨૬ કલેક્શન રિલીઝ કર્યું હતું. જેમાં સમગ્ર ભારતમાં કોલાપુરી ચપ્પલથી જાણીતા ટી-ડિઝાઈનનાં ચપ્પલ સાથે પ્રાડાનાં મોડેલ રૅમ્પ વાક કરતાં દેખાયાં હતાં.આ સાથે જ સોશિયલ મીડિયા પર બ્રાન્ડ દ્વારા ડિઝાઈનની ઉઠાંતરી કરીને બ્રાન્ડના નામ પર મોટી કમાણી કરશે એવી પણ ચર્ચા સાથે બ્રાન્ડનું ટ્રોલિંગ શરુ થયું હતું.
પરંતુ તાજેતરના અહેવાલો મુજબ તેઓ હવે મહારાષ્ટ્રની ચેમ્બર ઓફ કોમર્સ સાથે ૫૫ જુલાઈએ એક વર્ચ્યુઅલ મીટિંગ કરવાના છે અને તેઓ કોલાપુરી ચપ્પલ ઇન્સ્પાયર્ડ પુરષોના સેન્ડલ માટે આ કારીગરો સાથે કોલબરેશન કરવાના હોવાના અહેવાલો છે.
તેમણે ૩૦ જુને એક લેટર લખીને આ અંગે ચેમ્બર ઓફ કોમર્સને જાણ કરી છે. તેનાથી ફેશનની દુનિયામાં સિદ્ધાંતો પણ અનુસરાશે અને તેઓ એ પણ સાબિત કરશે કે વારસો તેમજ સર્જનાત્મકતા સાથે મળીને કામ કરી શકે છે. તેના માટે તેઓ મહારાષ્ટ્રના મુંબઇ અથવા કોલાપુરમાં પ્રાડા આર્ટીસન એક્સેલન્સ લૅબ પણ શરૂ કરી શકે છે, જેથી સ્થાનિક કલાકારોને યોગ્ય શ્રેય અને આર્થિક વળતર બંને મળી શકે.
કોલાપુરી ચપ્પલને ભારતમાં જીયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટૅગ પ્રાપ્ત થયેલું છે, આ એવા લેધરના હાથથી બનેલા ચપ્પલ છે, જે તેની મજબુતી અને બારીક કારીગરી માટે જાણીતા છે અને મહારાષ્ટ્રની સંસ્કૃતિ સાથે વણાયેલાં છે. આ ચપ્પલની કિંમત ભારતના માર્કેટમાં ૫.૫૦થી ૨ લાખ હોવાની ચર્ચા છે.લુઇ વુટોંએ તાજેતરમાં સ્પ્રિંગ સમર ૨૬ કલેક્શન લોંચ કર્યું છે, જેમાં તેમણે ભારતની ઓટો રિક્શા આકારના હેન્ડ બૅગ્ઝ બનાવ્યા છે, જેમાં તેમનો ઇન્ડિયન સ્ટ્રીટ કલ્ચર અને લક્ઝરીના મિશ્રણની વાત કરી છે.
આ બૅગ્સ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ હૅન્ડ બેગ્ઝના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. લુઈ વુટોંની વિશ્વ પ્રખ્યાત લેધરની બ્રાઉન પ્રિન્ટેડ બૅગ્ઝમાં યલો લેધરના ત્રણ વ્હીલ અને ટ્રાન્સપરન્ટ શીટ ઉમેરીને તેને રિક્ષાનો આકાર અપાયો છે. ખાસ તો સમૃદ્ધ એનઆરઆઈ અને હોલિવૂડ સેલેબ્રિટીને આકર્ષવા માટેની આ સ્ટ્રેટેજી હોવાની ચર્ચા છે.
આ બેગની રિક્ષા કરતાં પણ ઘણી વધારે છે. તેની કિંમત ૩૫ લાખ હોવાનું અનુમાન છે. આવું કરનારા લુઈ વુટોં અને પ્રાડા પહેલાં નથી. આ પહેલાં ૨૦૦૮ના સ્પ્રિંગ કલેક્શનમાં હર્મીસે બ્રોકેડની બોર્ડરવાળી ળીલ શોર્ટ કૂર્તી અને દુપટ્ટા લોંચ કર્યાં હતાં. જ્યારે શેનેલ દ્વારા ૨૦૫૨ના પોલ કલેક્શનમાં ભારતનાં બંધ ગળાના કૂર્તામાંથી પ્રેરિત પૅરિસ બોમ્બે જેકેટનું કલેક્શન લોંચ કરવામાં આવ્યું હતું.SS1MS